એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

Sports
Sports

હાંગઝોઉ, એશિયન ગેમ્સમાં ભારતનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. ચીનના હોંગઝોઉમાં યોજાયેલા એશિયાડમાં ભારતે આજે ફરીથી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં ૨૭ મેડલ જીત્યા છે. જેમાં ૭ ગોલ્ડ મેડલ, ૯ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ મેડલ સામેલ છે.એશિયન ગેમ્સમાં ભારતને આજે ફરી શુટિંગમાં ગોલ્ડ મેડલ મળતા કુલ ગોલ્ડ મેડલની સંખ્યા હવે સાત થઈ ગઈ છે. ભારતે શુટિંગમાં આ સાથે કુલ ૧૫ મેડલ જીત્યા છે. ઐશ્વર્ય, સ્વપ્નિલ અને અખિલની ત્રિપુટીએ ૫૦ મીટર રાઈફલ ૩પી (શુટિંગ)માં આ ગોલ્ડ મેડલ જીત્યો છે.
ભારતીય શુટર્સ પલક ગુલિયા, ઈશા સિંહ અને દિવ્યા ટીએસે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ પિસ્તોલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતીય શુટર્સનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. ૧૮ વર્ષની ઈશા (૫૭૯), પલક (૫૭૭) અને દિવ્યા ટીએસ (૫૭૫)નો કુલ સ્કોર ૧૭૩૧ રહ્યો. ચીને ૧૭૩૬ અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

સાઉદી અરબ સામે પ્રી ક્વોટર ફાઈનલમાં ૦-૨થી હાર્યા બાદ ભારતીય ફૂટબોલ ટીમ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. સાઉદી અરબ માટે ફોરવર્ડ મોહમ્મદ ખલીલ મારાને ૫૧માં અને ૫૭મી મિનિટમાં બે ગોલ કરીને સુનીલ છેત્રીના નેતૃત્વવાળી ભારતીય ટીમનું અભિયાન અંત લાવી દીધુ.

ભારતે અત્યાર સુધીમાં જીત્યા કુલ ૨૭ મેડલ
૧. મેહુલી ઘોષ, આશી ચોક્સે અને રમિતા જિંદાલ- ૧૦ મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- સિલ્વર મેડલ
૨. અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ મેન્સ લાઈટવેટ ડબલ સ્કલ્સ (રોઈંગ)- સિલ્વર મેડલ
૩. બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ (રોઈંગ) – બ્રોન્ઝ મેડલ
૪. મેન્સ કોક્સ્ડ ૮ ટીમ (રોઈંગ)- સિલ્વર મેડલ
૫. રમિતા જિંદાલ- વુમન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૬. એશ્વર્ય તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને દિવ્યાંશ પવાર, ૧૦ મીટર એર રાયફલ ટીમ ઈવેન્ટ (શુટિંગ)- ગોલ્ડ મેડલ
૭. આશીષ, ભીમ સિંહ, જસવિંદર સિંહ અને પુનિતકુમાર- મેન્સ કોક્સલેસ ૪ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
૮. પરમિંદર સિંહ, સતનામ સિંહ, ઝકાર ખાન, અને સુખમીત સિંહ- મેન્સ ક્વોડ્રપલ સ્કલ્સ (રોઈંગ)- બ્રોન્ઝ મેડલ
૯. એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર- મેન્સ ૧૦ મીટર એર રાઈફલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૧૦. અનીશ, વિજયવીર સિદ્ધુ અને આદર્શ સિંહ- મેન્સ ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૧૧. મહિલા ક્રિકેટ ટીમ – ગોલ્ડ મેડલ
૧૨. નેહા ઠાકુર સેલિંગ (ડિંગી- ૈંન્ઝ્રછ૪ ઈવેન્ટ) સિલ્વર મેડલ
૧૩. ઈબાદ અલી સેલિંગ (ઇજીઃઠ)- બ્રોન્ઝ મેડલ
૧૪. ઘોડેસવારીમાં ભારતે ડ્રેસેજ ટીમ ઈવેન્ટ (દિવ્યકીર્તિ સિંહ, હદય વિપુલ છેડ અને અનુશ અગ્રવાલ, સુદીપ્તિ હઝેલા)- ગોલ્ડ મેડલ
૧૫. સિફ્ત સમરા, આશી ચોક્સે અને માનિની કૌશિક ( ૫૦ મીટર રાઈફલ ૩પી ટીમ સ્પર્ધા)- સિલ્વર મેડલ
૧૬. મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સાંગવાન (૨૫ મીટર પિસ્તોલ ટીમ સ્પર્ધા)- ગોલ્ડ મેડલ
૧૭. સિફ્ત કૌર સામરા ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન (મહિલા)- ગોલ્ડ મેડલ
૧૮. આશી ચોક્સે ૫૦ મીટર રાઈફલ ૩ પોઝીશન (મહિલા)- બ્રોન્ઝ મેડલ
૧૯. અંગદ, ગુરજોત, અને અનંત જીતઃસ્કીટ ટીમ સ્પર્ધા (શુટિંગ)- બ્રોન્ઝ મેડલ
૨૦. વિષ્ણુ, સર્વનન, સેલિંગ(ILCA&)
૨૧. ઈશા સિંહ, ૨૫ મીટર પિસ્તોલ શુટિંગ (મહિલા)- સિલ્વર
૨૨. અનંત જીત સિંહ, શુટિંગ (સ્કીટ)- સિલ્વર મેડલ
૨૩. રોશિબિના દેવી, વુશુ (૬૦ કિગ્રા)- સિલ્વર મેડલ
૨૪. અર્જૂન ચીમા, સરબજોત સિંહ, શિવ નરવાલ- ૧૦ મીટર એર પિસ્તોલ- ગોલ્ડ મેડલ
૨૫. અનુશ અગ્રવાલ (ઘોડસ્વારી, ડ્રેસેજ ઈન્ડિવિઝ્યૂઅલ ઈવેન્ટ )- બ્રોન્ઝ મેડલ
૨૬. ઈશા સિંહ, દિવ્ય ટીએસ અને પલક ગુલિયા (૧૦ મીટર એર રાયફલ શુટિંગ)- સિલ્વર મેડલ
૨૭. ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર, અખિલ શ્યોરણ, સ્વપ્નિલ કુસાલે (૫૦ મીટર રાઈફલ ૩પી શુટિંગ)- ગોલ્ડ મેડલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.