ભારતમાં પ્રથમવાર પતિ-પત્નીની જોડી મેડલ જીતવા મેદાનમાં ઉતરશે

Sports
Sports

દુનિયાના સૌથી મોટા ટોકિયો ઓલિમ્પિકસમા ભારત તરફથી અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી વધુ 122 ખેલાડીઓ અલગ-અલગ રમતોમાં ભાગ લેશે.જેમાં ભારત તરફથી પતિ-પત્ની અને સાળી-બનેવીની જોડી દેશને મેડલ અપાવવા માટે મેદાનમાં ઉતરશે.ભારત તરફથી તિરંદાજીમાં દીપિકાકુમારી અને અતાનુ દાસ તરફથી મેડલની આશા છે.જ્યારે બીજીતરફ બજરંગ પુનિયા અને તેમના સાળી વિનેશ ફોગટ કુસ્તીમાં મુકાબલો કરશે.તેમની પાસેથી પણ મેડલની આશા છે.આ સિવાય બોક્સિંગમાં એમ સી મેરી કોમ અને ટેનિસમાં સાનિયા મિર્ઝા માટે આ છેલ્લી ઓલિમ્પિક છે.જેને યાદગાર બનાવવા માટે તેઓ આતુર છે.વિશ્વકપમાં દિપિકા 9 અને અતાનુદાસ 7 મેડલ જીતી ચુક્યા છે.જેમાં બે-બે ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.એક વર્ષ પહેલા જ બંનેના લગ્ન થયા છે.દીપિકા માટે આ ત્રીજી ઓલિમ્પિક અને અતાનુ માટે બીજી ઓલિમ્પિક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.