ભારતે પહેલીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી

Sports
Sports

ભારતે બ્રિસ્બેન ખાતે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.આ સાથે જ ટીમ ઇન્ડિયાએ શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું.

ભારતની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું યોગદાન અમૂલ્ય રહ્યું.જેમાં ગિલે 91,પંતે 89* અને પૂજારાએ 56 રન કર્યા.આ જીત બાદ બી.સીસી.આઈ સેક્રેટરી જય શાહે 5 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે.

આ સાથે જ ઓસ્ટ્રેલિયા 32 વર્ષ બાદ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે.આ પહેલાં તેઓ 1988માં વેસ્ટઇન્ડિઝ સામે હાર્યા હતા.તે પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે.આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો.તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.જેમાં પૂજારાએ પોતાના કરિયરની સૌથી ધીમી ફિફટી ફટકારતા 211 બોલમાં 56 રન કર્યા.તે કમિન્સની બોલિંગમાં આઉટ થયો હતો.જ્યારે પંત 16 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ઓફ-સ્પિનર લાયનની બોલિંગમાં વિકેટકીપર પેને સ્ટમ્પિંગ કરવાની તક મિસ કરી હતી.તેમજ અજિંક્ય રહાણે 24 રને કમિન્સની બોલિંગમાં કીપર ટિમ પેન દ્વારા કેચ આઉટ થયો હતો.

આમ આ મેચમાં ગિલ 9 રન માટે પોતાની સદી ચૂક્યો હતો અને પૂજારા સાથે 114 રનની ભાગીદારી કરી શુભમન ગિલે રનચેઝમાં શાનદાર બેટિંગ કરતા 146 બોલમાં 8 ફોર અને 2 સિક્સની મદદથી 91 રન કર્યા હતા.તે પોતાની મેડન સદી ફટકારવાથી 9 રન માટે ચૂકી ગયો હતો અને નાથન લાયનની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો

આમ ગિલ ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો
શુભમન ગિલ (21 વર્ષ 133 દિવસ) ચોથી ઇનિંગ્સમાં ફિફટી મારનાર સૌથી યુવા ભારતીય ઓપનર બન્યો છે. આ અગાઉ આ રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે હતો. ગાવસ્કરે 21 વર્ષ 243 દિવસની વયે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 1970/71માં પોર્ટ ઓફ સ્પેન ખાતે 67* રન કર્યા હતા.

આમ 328 રનનો પીછો કરતાં ભારતને પોતાના સીનિયર બેટ્સમેન રોહિત શર્મા પાસેથી એક મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. જોકે રોહિત 7 રને પેટ કમિન્સની બોલિંગમાં કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો.પંતે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને સારો કેચ કર્યો.બ્રિસ્બેનમાં 250થી વધુનો ટાર્ગેટ ક્યારેય ચેઝ થયો નથી
આમ આ અગાઉ સૌથી સફળ રનચેઝ 236 રનનો છે.જે ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 1951માં વેસ્ટ ઇન્ડીઝને 3 વિકેટે હરાવી આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

આમ આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં 294 રનમાં ઓલઆઉટ થઈ કાંગારૂને ફર્સ્ટ ઇનિંગ્સમાં 33 રનની લીડ મળી હતી અને તેણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં ટીમ ઇન્ડિયા માટે મોહમ્મદ સિરાજે 5, શાર્દૂલ ઠાકુરે 4 અને વી. સુંદરે 1 વિકેટ લીધી હતી.આમ સિરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.

આમ ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે 55, ડેવિડ વોર્નરે 48, માર્કસ હેરિસે 38 અને કેમરુન ગ્રીને 37 રનનું યોગદાન આપ્યું. ટિમ પેને 27 અને પેટ કમિન્સે 28 રન કરતા તેમણે છેલ્લી 3 વિકેટ માટે 52 રન ઉમેર્ય હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.