ચોથી ટૅસ્ટ જીતવા માટે ભારત ફૅવરિટઃ નિક કૉમ્પટન

Sports
Sports

લંડન,
ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચે હાલ રમાઈ રહેલી ચાર ટૅસ્ટ મૅચની ચોથી અને અંતિમ ટૅસ્ટમાં ભારતની ટીમ વિજય મેળવવા માટે ફૅવરિટ હોવાનું ઈંગ્લૅન્ડની ટીમના ભૂતપૂર્વ ઑપનર નિક કૉમ્પટને કહ્યું હતું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ત્રીજી ટૅસ્ટમાં પ્રવાસી ઈંગ્લૅન્ડની ટીમને ૧૦ વિકેટે નાલેશીજનક પરાજય આપ્યા બાદ આત્મવિશ્ર્‌વાસથી છલકાઈ રહેલી ભારતની ટીમ આ જ સ્ટેડિયમ પર રમાનારી ચોથી ટૅસ્ટમાં વિજય મેળવવા માટે ફૅવરિટ હશે, એમ કૉમ્પટને કહ્યું હતું.
ત્રીજી ટૅસ્ટ બે દિવસ કરતા પણ ઓછા સમયમાં પૂરી થઈ ગઈ હતી અને બૉલની દૃષ્ટિએ (માત્ર ૮૪૨ બૉલ) જાેવા જઈએ તો બીજા વિશ્ર્‌વયુદ્ધ બાદ આ સૌથી ઓછા સમયમાં પૂરી થયેલી ટૅસ્ટ હતી.
ભારતે પહેલા જ આ શ્રેણીમાં ૨-૧ની સરસાઈ મેળવી લીધી છે. વર્ષ ૨૦૧૨-૧૩માં ઍલિસ્ટર કૂકના વડપણ હેઠળની ભારત સામે શ્રેણીવિજય મેળવનારી ઈંગ્લૅન્ડની ટીમનો કૉમ્પટન હિસ્સો હતો.
કૉમ્પટનનું માનવું છે કે ચોથી ટૅસ્ટમાં ભારતનો વિજય થશે અને તે આ વરસે લૉડ્‌ર્સ ખાતે રમાનારી આઈસીસી ટૅસ્ટ ચૅમ્પિયનશિપમાં પ્રવેશ કરી ન્યૂ ઝિલૅન્ડની ટીમને પડકારશે.
મારું માનવું છે કે વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ન્યૂ ઝિલૅન્ડ વચ્ચે રમાશે, એમ તેણે કહ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.