
ભારતે ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને હરાવી શ્રેણી જીતી
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે 3 ટી20 શ્રેણીની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાઈ હતી.જેમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.જેમાં ટીમ ધમાકેદાર બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે મજબુત રન બનાવવા સફળ રહ્યું હતું.જેમાં શુભમન ગીલે અણનમ 126 રન કર્યા હતા.જેમાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 234 રન કરી ન્યુઝીલેન્ડને જીતવા 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો.પરંતુ ભારતે ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને 168 રને હરાવી શ્રેણી 2-1થી જીતી લીધી હતી.જેમાં ન્યુઝીલેન્ડની ટીમ 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જેમાં ભારતીય ટીમ- શુભમન ગિલ,ઈશાન કિશન (વિકેટકીપર),રાહુલ ત્રિપાઠી,સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા (કેપ્ટન),દીપક હુડા,વોશિંગ્ટન સુંદર,શિવમ માવી,કુલદીપ યાદવ,ઉમરાન મલિક અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ સિવાય ન્યુઝીલેન્ડ ટીમમાં ફિન એલન,ડેવોન કોનવે (વિકેટકીપર),માર્ક ચેપમેન,ગ્લેન ફિલિપ્સ,ડેરેલ મિશેલ,માઈકલ બ્રેસવેલ,મિશેલ સેન્ટનર (કેપ્ટન),ઈશ સોઢી,લોકી ફર્ગ્યુસન,બેન લિસ્ટર અને બ્લેર ટિકનરનો સમાવેશ કરવામાં આવે છે.