
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની હાર સાથે શ્રેણી ગુમાવી
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી વન-ડેમાં ભારતની 21 રને હાર થઈ છે.આ સાથે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પણ હારી છે.જે મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 49 ઓવરમાં 269 રન કર્યા હતા,ત્યારે તેના જવાબમા ભારતીય ટીમ 248 રને ઓલઆઉટ થઈ ગઈ છે.જેમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 54 રન,હાર્દિક પંડ્યાએ 40,શુભમન ગીલે 37 અને રોહિત શર્માએ 30 રન કર્યા હતા.જ્યારે બીજીતરફ ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્બાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.