ઇંગ્લેન્ડની ટીમમાથી જોની બેયરસ્ટોની બાદબાકી કરાઇ

Sports
Sports

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત થશે.પ્રથમ બે મેચ ચેન્નઇ અને બીજી બે મેચ અમદાવાદમાં રમાશે.પ્રથમ બે ટેસ્ટ માટે પસંદ કરવામાં આવેલી ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને સામેલ કરાયો નથી.જેની સામે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસેને સવાલ ઉઠાવ્યા છે.

જેમાં નાસિર હુસેનના મતે જોની બેયરસ્ટો સ્પિન વિરુદ્ધ સારો બેસ્ટમેન છે.જ્યારે ચેન્નઇમાં સ્પિનર્સને સારી મદદ મળે છે.ત્યારે તે સ્પિન વિરુદ્ધ ઇંગ્લેન્ડના ત્રણ સર્વશ્રેષ્ઠ બેસ્ટમેનમાંથી એક છે.ત્યારે આની પર ફરી વિચાર કરવું જોઇએ.ખેલાડીઓ જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે તે ખરાબ સપના જેવું છે.આમ અગાઉ ઉનાળામાં તેમને આઇપીએલમાં બાયો બબલ વાતાવરણમાં દિવસો પસાર કરવા પડ્યાં.ત્યારપછી તેઓ દક્ષિણઆફ્રિકા ગયા, અત્યારે શ્રીલંકામાં છે.પછી ભારત જશે.તે બાદ આઇપીએલમાં રમશે.આ પસંદગીકારો માટે મુશ્કેલ કામ છે.પરંતુ ભારત વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ માટે સર્વશ્રેષ્ઠ ટીમ હોવી જોઇએ.

ભારત પ્રવાસ માટે રોટેશન અથવા આરામ આપવા પર ધ્યાન આપવું જોઇએ.આ મહત્વપૂર્ણ સીરિઝની પહેલી ટેસ્ટ મેચને ધ્યાનમાં રાખીને બેસ્ટ ટીમની પસંદગી કરવી જોઇએ.હું સ્પિન વિરુદ્ધ બેસ્ટ બેસ્ટમેનને ટીમમાં ઇચ્છુ છુ અને બેયરસ્ટો એવો બેસ્ટમેન છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.