
ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સ્મિથ અને લબુશેન વચ્ચે શાનદાર ભાગીદારી થઈ
ભારતીય ટીમ છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે દબદબો જમાવી રહી છે.જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લે 2014માં ભારતીય ટીમથી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી હતી.જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ત્યારે નાગપુરમાં પ્રથમ દિવસે લંચ સુધીની રમત પુરી થઈ ગઈ છે.જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટે 76 રન બનાવ્યા હતા.જેમાં શરૂઆતી બે ઝટકા બાદ સ્ટીવ સ્મિથ અને માર્નસ લેબુશેનની જોડીએ સંભાળીને ઈનિંગને આગળ વધારી છે.જેમાં ભારતીય ટીમ- રોહિત શર્મા,કે.એલ રાહુલ,ચેતેશ્વર પુજારા,વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,શ્રીકર ભરત (વિકેટકીપર),રવિન્દ્ર જાડેજા,રવિચંદ્રન અશ્વિન,અક્ષર પટેલ,મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં- ડેવિડ વોર્નર,ઉસ્માન ખ્વાજા,માર્નસ લાબુશેન,સ્ટીવ સ્મિથ,મેટ રેનશો,પીટર હેન્ડ્સકોમ્બ,એલેક્સ કેરી,પેટ કમિન્સ,નાથન લિયોન,ટોડ મર્ફી,સ્કોટ બોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ આ સિરીઝમાં ભારતીય ટીમ તરફથી સૂર્યકુમાર યાદવ અને વિકેટકીપર કે.એસ ભરતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે.જ્યારે બીજીતરફ ટોડ મર્ફીને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.જેમાં રોહિત શર્મા ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટ બોલર સાથે ઉતર્યો છે.