ભારત-અફઘાન વચ્ચેની વન-ડે શ્રેણી સ્થગિત કરાઇ

Sports
Sports

આઈ.સી.સી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ક્રિકેટ ટીમને લાંબો બ્રેક મળી શકે છે.જેમાં અફઘાનિસ્તાન સામેની વનડે સિરિઝ સ્થગિત થવાથી આગામી 2 મહિના સુધી આઈ.પી.એલમાં સુકાની રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતના સિનિયર ખેલાડીઓને આરામ કરવાનો સમય મળશે.ભારત-અફઘાનિસ્તાન વચ્ચે જૂનના બદલે સપ્ટેમ્બરના અંતમાં યોજાનારી શ્રેણી માટે વિચારણા કરાઈ રહી છે.આઇ.સી.સી વન-ડે વર્લ્ડકપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે.ત્યારે અફઘા નિસ્તાન ટીમ માટે સપ્ટેમ્બરમાં વનડે સિરીઝ રમવી ટૂર્નામેન્ટની તૈયારીના સંદર્ભમાં ઘણી સારી રહેશે.આ સિવાય ભારતીય ટીમ આગામી જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે,જ્યાં તેને 2 ટેસ્ટ મેચ,3 વનડે સિરિઝ અને 5 ટી-20 મેચની સીરિઝ રમવાની છે.આ અગાઉ ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ટી-20 શ્રેણી યોજાવાની હતી.આમ આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વધુ 2 ટી-20 રમાડવાનો નિર્ણય કરાયો છે.આગામી ટી-20 વર્લ્ડ કપ અમેરિકામાં યોજાવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.