
આઈ.પી.એલમા ધોની ઈતિહાસ રચવાની તૈયારીમા જોવા મળ્યો
ચેન્નઈ સુપર કિંગના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈ.પી.એલ 2023ની ફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરી ઈતિહાસ રચી લેશે.ત્યારે આ મેચ દ્વારા મહેન્દ્રસિંહ ધોની તેના આઈપીએલ કરિયરમાં 250મી મેચ રમશે.ત્યારે આ આંકડા સુધી પહોચનારો ધોની પ્રથમ ખેલાડી હશે.આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.આમ ધોનીની કેપ્ટનશીપમા ચેન્નઈ 10મી ફાઈનલમાં રમશે.ચેન્નઈ સુપર કિંગ આઈપીએલમાં અત્યારસુધી ધોનીની કેપ્ટનશીપમાં 9 વાર ફાઈનલ રમી ચુક્યો છે.જેમા ટીમે 4માં જીત મેળવી ટાઇટલ જીત્યું હતું અને 5 ટાઇટલ મેચ હારી હતી.