આઈપીએલમાં સ્પોન્સર વીવોને લઇ બીસીસીઆઈએ, અમને ફાયદો થશે તો કરાર તોડવા વિચારીશું

Sports
Sports

નવી દિલ્હી,
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડયા ચીની કંપની વીવો સાથેનો નફાકારક કરાર તોડવાના મૂડમાં નથી. બોર્ડના અધિકારીએ કે અમને ફાયદો થશે, તો જ અમે કરાર સમાપ્ત કરવા અંગે વિચારણા કરીશું અને ઇન્ડયન પ્રીમિયર લીગની આગામી ગવ‹નગ કાઉન્સલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. અત્યારે, બેઠકની તારીખ નિશ્ચિત નથી. મોબાઇલ કંપની વીવો આઈપીએલ ની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને ૪૪૦ કરોડ ચૂકવે છે. કંપની સાથે આઈપીએલ નો ૫ વર્ષનો કરાર ૨૦૨૨માં સમાપ્ત થશે. બીસીસીઆઈએ કોરોનાવાયરસને કારણે આ વર્ષે ૨૯ માર્ચથી યોજાનારી આઈપીએલ પહેલા જ સ્થગિત કરી દીધી છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ અંગે આઈપીએલ ગવ‹નગ કાઉન્સલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. તે જ સમયે, વીવો સાથેના કરારને લઈને સમીક્ષા કરવામાં આવશે. જા કે, આ બેઠક થશે તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.બેઠકમાં સામેલ થનાર વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપ અને એશિયા કપ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આવી Âસ્થતિમાં આઈપીએલ પર બેઠક કેવી રીતે યોજાય? હા, અમારે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો છે, પરંતુ હજી સુધી કરારને તોડવા અથવા મુલતવી કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.” તાજેતરમાં ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત ૫૯ એપ્સ પર પ્રતિબંધ છે
અધિકારીએ , “અમે કહીએ છીએ કે સ્પોન્સરશિપનો રિવ્યૂ કરવાનો બાકી છે. રિવ્યૂનો અર્થ એ છે કે તમામ નિયમો અનુસાર કરાર નક્કી કરવામાં આવશે. જા કરાર તોડવાનો નિર્ણય વીવોની તરફેણમાં રહેશે, તો પછી અમે દર વર્ષે ૪૪૦ કરોડ રૂપિયાનો કરાર સમાપ્ત કરવાનું કેમ નક્કી કરીશું. જ્યારે તે બધું અમારા પક્ષમાં હોય ત્યારે જ અમે કરારને તોડવાનો નિર્ણય કરીશું.”

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.