આઇપીએલ 2022મા એથર એનર્જીએ ગુજરાત ટાઇટન્સ સાથે ભાગીદારી કરી

Sports
Sports

ઇલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા એથર એનર્જીએ નવી રચાયેલી આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ સાથે તેના પ્રિન્સિપાલ પાર્ટનર તરીકે બહુવર્ષીય ભાગીદારીની પુષ્ટિ કરી છે.જે ભાગીદારી વર્તમાન સીઝનથી શરૂ થશે,જેમાં ગુજરાત ટાઇટન્સની સત્તાવાર ટીમની જર્સીના આગળના ભાગમાં એથર એનર્જીની બ્રાન્ડ જોવા મળશે.એથર એનર્જી ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક 2-વ્હીલર નિર્માતા છે.જે દેશના ઇલેક્ટ્રિક સ્કૂટર્સ 450 એક્સ અને 450 પ્લસ માટે જાણીતી છે.

આઇઆઇટી મદ્રાસના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તરૂણ મહેતા અને સ્વપ્નિલ જૈન દ્વારા વર્ષ 2013માં સ્થપાયેલી એથર એનર્જી ભારતમાં ઇવી ક્રાંતિમાં અગ્રેસર રહ્યુ છે.આમ સતત વધતી માંગને પૂર્ણ કરવા એથર એનર્જી દેશભરમાં તેની રિટેઇલ ઉપસ્થિતિ વિસ્તારી રહી છે.જેમાં વર્તમાનમાં કંપની સમગ્ર ભારતમાં 30 એક્સપિરિયન્સ સેન્ટર્સ ધરાવે છે તથા માર્ચ 2023 સુધીમાં તે 100 શહેરોમાં 150 એક્સપિરિયન્સ સેન્ટર્સ ખોલવાની યોજના ધરાવે છે.

આમ લીગમાં સામેલ બે ટીમ પૈકીની એક ગુજરાત ટાઇટન્સ ટીમે સ્કવોડ,કોચિંગ તેમજ મેનેજમેન્ટ ટીમની રચના કરી રહી છે.જેમાં ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂંક કરવામાં આવી છે તથા સ્કવોડના સદસ્યો તરીકે સ્પીન વિઝાર્ડ રશિદ ખાન અને શુભમ ગીલને સામેલ કરવામાં આવ્યા છે.

આમ તાજેતરમાં યોજાયેલી આઇપીએલ હરાજીમાં ગુજરાત ટાઇટન્સે મોહંમદ શમી,જેસન રોય,લોકી ફર્ગ્યુસન,ડેવિડ મીલર,વિજય શંકર જેવાં ક્રિકેટર્સને સામેલ કર્યાં છે. જ્યારે ક્રિકેટ ટીમ મેનેજમેન્ટનું નેતૃત્વ વિક્રમ સોલંકી કરશે કે જેઓ ડાયરેક્ટર ઓફ ક્રિકેટનો હોદ્દો સંભાળશે.આ સિવાય આશિષ નહેરા હેડકોચ છે,ગેરી ક્રિસ્ટન ટાઇટન્સના માર્ગદર્શક અને બેટિંગ કોચની કામગીરી નિભાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.