આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી ૪ સ્થાને સરક્યો, વિલિયમ્સન પ્રથમ સ્થાને યથાવત્‌

Sports
Sports

દુબઇ,
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ઓસ્ટ્રેલિયા સીરીઝ બાદ બેટ્‌સમેન અને બોલરોના રેન્કિંગની યાદી બહાર પાડી છે. લેટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ભારે નુકસાન થયું છે. વિતેલા પાંચ વર્ષમાં પ્રથમ વખત વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગ ટોપ ૩માંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ ક્રમ પર છે.
ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસન ૯૧૯ પોઈન્ટ સાથે ટોપ પર છે. સ્ટીવ સ્મિથના રેન્કિંગમાં કોઈ ફેરફાર નથી થયો. સ્મિથ ૮૯૧ પોઈન્ટ સાથે બીજા ક્રમ પર છે. ભારત વિરૂદ્ધ અંતિમ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર લાબુશેનને રેન્કિંગમાં ફાયદો થયો છે. લાબુશેન વિરાટ કોહલીને પછાડીને ત્રીજા ક્રમ પર આવી ગયો છે. લાબુશેનના ૮૭૮ પોઈન્ટ છે જ્યારે વિરાટ કોહલીના ૮૬૨ પોઈન્ટ છે.
શ્રીલંકા વિરૂદ્ધ ડબલ સેન્ચુરી ફટકારનાર જાે રૂટ હવે પાંચમાં ક્રમ પર છે. પુજારા સાતમાં ક્રમ પર પહોંચી યો છે જ્યારે રહાણે હવે નવમાં ક્રમ પર છે.
ભારત વિરૂદ્ધ મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ મેળવનાર પેટ કમિન્સ બોલિંગના રેન્કિંગમાં નંબર વન છે. કમિન્સના ૯૦૮ પોઈન્ટ છે. સ્ટુઅર્ટ બ્રોડ ૮૪૭ પોઈન્ટ સાથે બીજા ક્રમ પર્‌ છે. નીલ વેગનર ત્રીજા સ્થાન પર છે. ભારતના આર અશ્વિન આઠમાં સ્થાન પર આવી ગયો છે જ્યારે જસપ્રીત બુમરાહ પણ હવે નવમાં ક્રમ પર છે.
આ ઉપરાંત ટેસ્ટ સીરીઝમાં જીતનો ફાયદો ટીમ ઇન્ડિયાને પણ થયો છે. ભારત હવે ઓસ્ટ્રેલિયાને પછાડીને ટેન્ટ રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા હવે ટીમ રેન્કિંગમાં ત્રીજા ક્રમ પર આવી ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.