ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ઋષભ પંત અને શુભમન ગિલને અનુક્રમે 13 અને 21 સ્થાનનો ફાયદો

Sports
Sports

ભારત-ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા-ઇંગ્લેન્ડ વચ્ચે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આજે રેન્કિંગ જારી કરી છે.જેમાં પેટરનિટી લીવ પર ગયેલા ભારતીય કપ્તાન વિરાટ કોહલી એક સ્થાનના નુકસાન સાથે બેટ્સમેન રેન્કિંગમાં ચોથા ક્રમે આવી ગયા છે.જ્યારે કેન વિલિયમ્સન, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેન પહેલા, બીજા અને ત્રીજા સ્થાને છે.આમ બ્રિસ્બેન ટેસ્ટમાં પાંચમા દિવસે તોફાની બેટિંગ કરનાર ઋષભ પંત બેટ્સમેન રેન્કિંગમાં ઘણો ઉપર આવી ગયો છે.મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થયેલા પંતને 13 સ્થાનનો ફાયદો થયો છે.તે અણનમ 89 રનની ઇનિંગ્સ રમ્યા બાદ બેટ્સમેન રેન્કિંગ 13મા ક્રમે આવી ગયો છે.આ સિરીઝથી ડેબ્યુ કરનાર શુભમન ગિલે ગાબા ખાતે બીજી ઇનિંગ્સમાં 91 રન કર્યા.તે 21 સ્થાનના ફાયદા સાથે 47મા ક્રમે આવી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.