સૂર્યકુમાર આઈ.સી.સી ટી-૨૦ બેટિંગ રેન્કિંગમાં ત્રીજા સ્થાને આવ્યો

Sports
Sports

ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦માં ૪૬ રન ફટકારનારા ભારતીય બેટ્સમેન સૂર્યકુમારને આઇસીસીના ટી-૨૦ બેટિંગ રેન્કિંગમાં ત્રીજું સ્થાન મળી ગયું છે. જ્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર સતત નિષ્ફળ રહેતા ચોથા ક્રમે આવ્યા છે.આ સિવાય પાકિસ્તાનના વિકેટકિપર રિઝવાને ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતુ.જ્યારે સાઉથ આફ્રિકાનો માર્કરામ બીજા સ્થાને છે.જ્યારે બીજીતરફ ટી-૨૦ બોલર્સની યાદીમાં હેઝલવૂડ ટોચ પર જ્યારે શમ્સી બીજા તેમજ આદિલ રાશિદ ત્રીજા સ્થાને જોવા મળે છે.રાશિદ ખાને ચોથો ક્રમ મેળવ્યો છે.જ્યારે ઝામ્પા પાંચમા ક્રમે આવ્યો છે.જેમાં હસારંગા પછી તિક્ષ્ણાએ સાતમો અને મુજીબે આઠમો ક્રમ મેળવ્યો હતો.જ્યારે ભુવનેશ્વરકુમાર સાતમાં ક્રમેથી નવમાં સ્થાને આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.