
આઈ.સી.સીએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઈનામી રકમની જાહેરાત કરી
આઈ.સી.સીએ વર્ષ 2021-23ની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ આગામી 7મી જૂનથી લંડનના ધ ઓવલમાં રમાશે.જેમાંભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે.ત્યારે આજે આઈ.સી.સીએ ઈનામી રકમની જાહેરાત કરી છે.જેમા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીત નારી ટીમને રૂ.13 કરોડ,જ્યારે રનર્સ-અપ ટીમને રૂ.6.5 કરોડ મળશે.વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની કુલ ઈનામી રકમ રૂ.31.4 કરોડ છે,જેને 9 ટીમોમાં વહેંચવામાં આવશે.ત્રીજા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને રૂ.3.5 કરોડ અને ચોથા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને રૂ.2.8 કરોડ મળશે જ્યારે પાંચમા નંબર પર શ્રીલંકાની ક્રિકેટ ટીમ છે જેને રૂ.1.6 કરોડ મળશે.આ બાદ ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને ઈનામી રકમ તરીકે અનુક્રમે રૂ.82-82 લાખ આપવામા આવશે.