મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ક્રિકેટ મારા જીવનમાં ફરી આવશેઃ વરૂણ ચક્રવર્તી

Sports
Sports 32

ન્યુ દિલ્હી,
કોલકત્તા નાઈટ રાઇડર્સના સ્પિનર વરૂણ ચક્રવર્તીની સ્ટોરી એક ફિલ્મ જેવી છે. આ ખેલાડીની સ્ટોરી સાંભળી તમે ભાવનાત્મક બની જશો. જાે તમે ખરા દિલથી કોઇને વસ્તુઓને ઇચ્છો તો તમને જરૂરથી તે વસ્તુઓ પ્રાપ્ત થશે. વરુણ ક્રિકેટનો ખૂબ શોખીન હતો. ૧૭ વર્ષની ઉંમરે ઇજા અને તક ન મળવાના કારણે તે તેની પોતાની અલગ દુનિયામાં પાછો ફર્યો. સામાન્ય વિદ્યાર્થીની જેમ ભણ્યો અને નોકરી કરી. ખેલાડીનું દિલ ન લાગવાથી તે ક્રિકેટ જગતમાં પાછો ફર્યો. વરૂણ ચક્રવર્તીએ ૧૭ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું બે વાર ઈજાને કારણે છોડી દીધું હતું. ૧૨માં પાસ થયા પછી તે ૫ વર્ષ ચેન્નાઈમાં રહ્યો અને આર્કિટેક્ટનો અભ્યાસ કર્યો. આ પછી તેણે એક નોકરી કરી સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યુ.
ક્રિકેટના લગાવે ૨૬ વર્ષની વયે વરુણ ચક્રવર્તી ફરીથી ક્રિકેટના મેદાન પર ઉતર્યો. વરુણે કહ્ય્šં કે, ‘મેં ક્્યારેય વિચાર્યું નહોતું કે ક્રિકેટ મારા જીવનમાં ફરી આવશે. પણ હું ફરી પાછો આવું છું. નોકરી છોડ્યા પછી વરૂણ ફરીથી મેદાનમાં પાછો ફર્યો, તે પછી તમિળનાડુ પ્રીમિયર લીગમાં માત્ર ૯ મેચમાં ૨૨ વિકેટ ઝડપી સનસનાટી મચાવી દીધી. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબે ૮ કરોડ ૪૦ લાખ રૂપિયામાં તેને ખરીદ્યો. ગયા વર્ષે દ્ભદ્ભઇની ટીમે ચાર કરોડમાં ખરીદ્યો હતો. ક્રિકેટ પંડિતો તેને એક મિસ્ટ્રી સ્પિનર કહે છે. રહસ્ય એટલા માટે છે કે વરુણના ખજાનામાં તમામ પ્રકારના બોલ રહેલા છે. તે ઓફ બ્રેક, લેગ બ્રેક, ગૂગલી, કેરમ બોલ, ફ્લિપર અને ટોપ સ્પિન દરેક પ્રકારના બોલ ફેંકી શકે છે.
કેકેઆર માટે અત્યાર સુધીમાં તેણે ૭ મેચમાં ૬ વિકેટ ઝડપી છે. વરુણ ચક્રવર્તી કેકેઆર માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધોની પણ તેના બોલથી ચારો ખાના ચીત થયો હતો. રન હોય કે નહીં. ઝડપને કાબૂમાં રાખવી કે વિકેટ લેવી, દ્ભદ્ભઇ ના કેપ્ટન હંમેશાં વરૂણને યાદ કરે છે. ધોનીને આઉટ કર્યા બાદ તેણે કહ્ય્šં કે આ તે તેના માટે ખૂબ જ ખાસ પલ હતી. મેચ બાદ તેણે ધોની સાથેનો ફોટો પણ ક્લિક કર્યો. વળી, ધોનીએ તેની પ્રશંસા પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.