હું રોહિતભાઈને કહેતો રહ્યો પણ તે માન્યા નહીં : કુલદીપ

Sports
Sports

નવી દિલ્હી, ભારતીય ટીમે વર્લ્ડ કપમાં જીતની સિક્સ ફટકારતાં સતત છઠ્ઠો વિજય મેળવ્યો છે. ઈંગ્લેન્ડ સામે, ભારતની બેટિંગ ખરાબ જોવા મળી હતી અને કોઈક રીતે ટીમ ૨૨૯ના સાધારણ કહી શકાય એવા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. પરંતુ બોલરોના ચમત્કારે ઈંગ્લેન્ડને હચમચાવી દીધું હતું. પછી તે પેસરો હોય કે સ્પિનરો, તમામે વટ રાખ્યો હતો અને ભારતનાં વિજયરથને અટકવા દીધો નહોતો. ભારતના ફાસ્ટ બોલરોએ આ મેચમાં સારી શરૂઆત કરી અને પછી વહેતી ગંગામાં હાથ ધોઇ લીધા હતા. કુલદીપ યાદવે બે કરિશ્માયુક્ત કહી શકાય એવા શાનદાર બોલથી બે બેટ્સમેનોને પેવેલિયનભેગા કરી દીધા હતા.

પરંતુ મેચ બાદ તેણે રોહિત શર્માની મોટી ભૂલનો પર્દાફાશ કર્યો. કુલદીપ યાદવ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. અત્યાર સુધી તેણે ૬ મેચમાં ૧૦ વિકેટ ઝડપી છે. કુલદીપે ઈંગ્લેન્ડ સામે બે વિકેટ ઝડપી હતી. પરંતુ મેચ પછી, જ્યારે તેણે એ બોલનો ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે રોહિત શર્મા પાસેથી રિવ્યુ માંગ્યો હતો.કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગ્સ્ટનને આઉટ આપવા માટે જોરદાર અપીલ કરી હતી. ભારતીય ખેલાડીઓ રિવ્યુ વિશે વિચારતા રહ્યા અને બાદમાં ખબર પડી કે લિવિંગસ્ટન આઉટ થઈ ગયો છે. મેચ બાદ વાત કરતા કુલદીપે કહ્યું હતું કે, ‘અમારો એક રિવ્યુ વ્યર્થ ગયો. હું રોહિતભાઈને કહેતો રહ્યો કે તે આઉટ હોવાથી રિવ્યુ લઈ લે પણ તેમણે ન લીધો. રોહિતે કુલદીપની વાત માની લીધી હોત તો લિયામ લિવિંગ્સ્ટન પહેલા આઉટ થઈ ગયો હોત અને ઘરભેગો થઈ ગયો હોત અને મેચ જલ્દી પતી ગઈ હોત. આજે ફરીથી તક મળતા જ ટીમ ઈન્ડિયાના અનુભવી બોલર મોહમ્મદ શમીએ સૌથી ખતરનાક બોલિંગ કરી હતી.

બે મેચ બાદ તેની બોલિંગને જોતા કહી શકાય કે જો તે પ્રથમ ચાર મેચમાં હોત તો આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે ટોપ પર જોવા મળ્યો હોત. શમીએ ગત મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ૫ વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડ સામે ૪ વિકેટ ઝડપી હતી. આ રીતે શમીએ બે મેચમાં ૯ વિકેટ પોતાના નામે કરી લીધી છે. ભારત માટે વર્લ્ડ કપમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સ્ટાર બોલર જસપ્રિત બુમરાહ ટોપ પર છે. બુમરાહે ૬ મેચમાં ૧૪ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડ સામે પણ બુમરાહની ખતરનાક બોલિંગ જોવા મળી હતી. તેણે ૩ મહત્વની વિકેટ પોતાના નામે કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.