હૈદરાબાદ સામે જીતીને પણ હાર્યું મુંબઈ પ્લેઓફમાંથી આઉટ

Sports
Sports

ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની તોફાની ફિફટીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રને હરાવી દીધું છે. જોકે ટીમ રેકોર્ડ સ્કોર છતાં પણ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી. મુંબઈના 236 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદ આઠ વિકેટે 193 રન જ બનાવી શકી હતી. મુંબઈને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે હૈદરાબાદને 65 રને રોકવાનું હતું. મુંબઈ અને કોલકત્તાના સમાન 14 પોઈન્ટ રહ્યા પરંતુ રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ખરાબ નેટ રનરેટ (0.116)ને કારણે પાંચમા સ્થાને રહી છે. આ પહેલાં ઈશાન અને સૂર્યકુમાર યાદવના બળ પર મુંબઈએ હૈદરાબાદ વિરુદ્ધ નવ વિકેટે 235 રનનો સ્કોર બનાવ્યો હતો. ઈશાને 84 અને સૂર્યકુમારે 82 રન બનાવ્યા હતા. આ મુંબઈનો લીગના ઈતિહાસમાં ઓવરઓલ અને આઈપીએલના આ સત્રમાં સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. મુંબઈનો આ પહેલાં સર્વોચ્ચ સ્કોર છ વિકેટે 223 રન હતો જે તેણે કિંગ્સ ઈલેવન વિરુદ્ધ 2017માં બનાવ્યો હતો. જેસન હોલ્ડર હૈદરાબાદનો સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે ચાર વિકેટ મેળવી હતી. હૈદરાબાદ વતી મોહમ્મદ નબીએ પાંચ કેચ પકડ્યા જે આઈપીએલનો નવો રેકોર્ડ છે. ઈશાને હોલ્ડરની બોલિંગમાં છગ્ગા સાથે ચોથી ઓવરમાં જ સ્કોરને 50 રનને પાર પહોંચાડ્યો હતો. તેણે અંતિમ બે બોલ પર વધુ બે ચોગ્ગા ફટકારી માત્ર 16 બોલમાં જ ફિફટી પૂરી કરી લીધી હતી જે આ સીઝનની સૌથી ફાસ્ટ ફિફટી છે. ઈશાન પહેલી ચાર ઓવરમાં અર્ધસદી બનાવનારો માત્ર બીજો બેટસમેન છે. સનરાઈઝર્સ હૈદરાબાદ વતી મનિષ પાંડેએ 41 બોલમાં અણનમ 69 રન, જેસન રોય (34 રન) અને અભિષેક વર્મા (33 રન)એ ઉપયોગી ઈનિંગ રમી હતી. મુંબઈ વતી જીમી નિશામે 28,જસપ્રિત બુમરાહે 39 અને નાથન કુલ્ટર નાઈલે 40 રન આપીને બે-બે વિકેટ મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.