જાડેજાને ઇજાથી બહાર આવવામાં કેટલો સમય લાગશેઃ ગાવસ્કર

Sports
Sports

અમદાવાદ,
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ૪ મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારત ૨-૧થી આગળ છે અને આ લીડ અપાવવામાં બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલની મુખ્ય ભૂમિકા છે. અક્ષરને આ સિરીઝ દ્વારા ટેસ્ટમાં ડેબ્યૂની તક મળી છે અને તેણે અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અક્ષરે પોતાની શાનદાર બોલિંગથી ભારતીય ટીમના ઇજાગ્રસ્ત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની અછત આવવા દીધી નથી.
અક્ષરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ પિંક બોલ ટેસ્ટ મેચમાં કુલ ૧૧ વિકેટ પોતાના નામે કરી હતી. આ ટેસ્ટને ભારતીય ટીમે માત્ર ૨ દિવસમાં જ જીતી લીધી હતી. અક્ષરે બે ટેસ્ટ મેચોમાં ૧૮ વિકેટો લીધી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ફાઇનલ ટેસ્ટ મેચ ૪ માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રવિન્દ્ર જાડેજાને લઇ પોતાની પ્રતિક્રિયા આપી છે.
ગાવસ્કરે કહ્યું કે,’જાડેજા વિચારી રહ્યો હશે કે આખરે તેના અંગૂઠાને શું થયુ છે. તે ડોક્ટરને પૂંછી રહ્યો હશે કે ઇજાથી ઉભરવામાં તેને કેટલો સમય લાગશે. તેને આ ઇજા ૧૦ જાન્યુઆરીએ થઇ હતી અને હવે ફેબ્રુઆરી મહિનો પણ પૂર્ણ થઇ ગયો છે. તેને ઠીક થવામાં ખુબ જ વધારે સમય લાગી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.