
હોકી વિશ્વકપમાં પેનલ્ટી શૂટઆઉટમાં ઈંગ્લેન્ડને હરાવી જર્મની સેમિફાઈનલમાં આવ્યું
જર્મનીએ છેલ્લી બે મિનિટમાં બે ગોલ કરતાં ઈંગ્લેન્ડ સામેની મેચ ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમા 4-3થી જીત હાંસલ કરતાં મેન્સ હોકી વિશ્વકપની સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.જ્યારે ઈંગ્લેન્ડ ત્રીજી અને પાંચમી પેનલ્ટી ચૂક્યું હતુ.જ્યારે જર્મનીએ તમામ ચાર પેનલ્ટીને ગોલમાં ફેરવતા વિજય મેળવ્યો હતો.જેમાં ટોમ ગ્રામ્બુશે 58મી અને મેટ્સ ગ્રામ્બુશે 59મી મિનિટે ગોલ કર્યા હતા.આ અગાઉ વાલેસ-એન્સેલે ઈંગ્લેન્ડને લીડ અપાવી હતી.આ સિવાય અન્ય મેચમાં નેધરલેન્ડે બિજેનના બે અને બ્લોક,વાન હેઈન્જનીન્જન અને બેઈન્સના 1-1 ગોલની મદદથી 5-1થી સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.જેમાં કોરિયા તરફથી સેઓએ એકમાત્ર ગોલ કર્યો હતો.ત્યારે 27મી જાન્યુઆરીના રોજ મેન્સ હોકી વિશ્વકપની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જર્મની સામે સાંજે 4:30 વાગ્યાથી રમશે,જ્યારે નેધરલેન્ડ અને બેલ્જીયમ સાંજે 7:00 વાગ્યાથી રમશે.