હોકી વિશ્વકપમાં બેલ્જીયમ અને ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા

Sports
Sports

ભારતમાં ચાલી રહેલા હોકી વિશ્વકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમ અને ઓસ્ટ્રેલિયાએ પોતપોતાના ગૂ્પમાં ટોચનું સ્થાન મેળવતા ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો.જેમાં બેલ્જીયમે આખરી લીગ મેચમા 7-1થી જાપાનને હરાવ્યું હતુ.જ્યારે પૂલ બીની અન્ય મેચમાં જર્મનીએ 7-2થી સાઉથ કોરિયા સામે જીત હાંસલ કરી હતી.ત્યારે પૂલ એમાં ઓસ્ટ્રેલિયાએ 9-1થી સાઉથ આફ્રિકાને હરાવતા ટોચનો ક્રમ મેળવ્યો હતો.જ્યારે આર્જેન્ટીના અને ફ્રાન્સની મેચ 5-5થી બરોબરી પર રહી હતી.ત્યારે આગામી સમયમાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જર્મની-આર્જેન્ટીના વચ્ચે અને આર્જેન્ટીના-કોરિયા વચ્ચે ટક્કર થશે.જ્યારે ભારત જો આગામી 22મી જાન્યુઆરીએ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવશે તો આગામી 24 જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જીયમ સામે રમશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.