સાઉથ આફ્રિકામા હિથ સ્ટ્રીક કેન્સરની સારવાર લઈ રહ્યો છે
ઝિમ્બાબ્વેનો ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર હિથ સ્ટ્રીક કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે અને સાઉથ આફ્રિકાના જાણીતા એન્કોલોજીસ્ટ તેની સારવાર કરી રહ્યા છે. જેઓ ઝિમ્બાબ્વે તરફથી 1993 થી 2005 સુધીમાં 65 ટેસ્ટ,189 વન ડે રમ્યો હતો.જેમાં તેણે 4933 રન જ્યારે 455 વિકેટો ઝડપી હતી.સ્ટ્રીકને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ સાથે ટકરાવ થયો હતો અને તેણે 31 વર્ષે નિવૃત્તિ લઈ લીધી હતી.તેણે આઇપીએલમાં કોલકાતા,ગુજરાત લાયન્સ ટીમના કોચિંગ સ્ટાફમાં કામ કર્યું હતુ.પરંતુ 2021માં એન્ટી કરપ્શનના નિયમોના ભંગ બદલ તેના પર 8 વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો.