ચોથી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી, હેડન-સ્મિથના ખાસ ક્લબમાં એન્ટ્રી

Sports
Sports

એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. પોતાની કમબેક મેચમાં શાનદાર બેટિંગ કરતા ઉસ્માન ખ્વાજાએ બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી છે. આની સાથે જ આ રેકોર્ડ નોંધાવનારો તે વિશ્વનો 70મો બેટર બની ગયો છે. ખ્વાજાની સદીના આધારે ઓસ્ટ્રેલિયાએ એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 388 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટના નુકસાને 265 રન પર બીજો દાવ ડિકલેર કર્યો હોવાથી ખ્વાજા 101 રને અણનમ પેવેલિયન પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી ઈનિંગ આઠ વિકેટના નુકસાને 416 રન પર ડિકલેર કરી હતી. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 294 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેવામાં શનિવારની ગેમના અંતે ઇંગ્લેન્ડે તેના બીજા દાવમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 30 રન કર્યા છે. અત્યારે ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાથી 358 રન પાછળ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.