હાર્દિક પંડ્યાએ રોમેન્ટિક અંદાજમાં પત્ની નતાશાને કર્યો બર્થ ડે વિશ

Sports
Sports

મુંબઇ,
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની પત્ની નતાશા સ્ટેનકોવિકને રોમેન્ટિક અંદાજમાં બર્થ ડે વિશ કર્યો છે. હાર્દિક પંડ્યા હાલમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ચાર ટેસ્ટ મેચની સિરિઝ માટે ભારતીય ટીમ સાથે હાજર છે.
હાર્દિક પંડ્યાએ પોતાની પત્ની નતાશાને બર્થ ડે વિશ કરતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, હેપી બર્થ ડે માય બેબી, આ તારો જન્મ દિવસ છે, પરંતુ મને લાગે છે કે તે અગસ્ત્યના રૂપમાં સૌથી મોટી ગીફ્ટ આપી છે. હુ ભાગ્યશાળી છું. હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સાથે એક તસવીર શેર કરી છે. આ તસવીરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે અને સતત કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો આજે ૨૯મો જન્મ દિવસ છે. નતાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ વર્ષ ૨૦૨૦ના પહેલા દિવસે જ અચાનક સગાઈ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
હાર્દિકે નતાશાને દુબઈમાં પ્રપોઝ કર્યું હતું અને સગાઈની અંગુઠી પહેરાવી હતી. નતાશા સર્બિયન ડાન્સર અને મોડેલ છે. ગયા વર્ષે કોરોન મહામારીના કારણે લગાવવામા આવેલા લોકડાઉન દરમિયાન બન્નેએ કર્યા હતા. જૂલાઈ ૨૦૨૦માં નતાશાએ દિકરા અગસ્ત્યને જન્મ આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.