
જિમ્નાસ્ટ દીપા કર્માકર પર 21 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો
ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવાને કારણે ચર્ચામાં આવી છે.ત્યારે ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ દીપા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પર પ્રતિબંધિત પદાર્થ હાઇજેનામાઇન લેવા માટે ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 21 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આમ દીપા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ જિમ્નાસ્ટ હતી.જેમાં દીપાએ રિયોમાં 2016 ઓલિમ્પિક ગેમ્સમાં ચોથું સ્થાન મેળવ્યું હતું.આ પહેલા દીપા કર્માકરે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝમેડલ જીત્યો હતો દીપા આવું કરનારી પ્રથમ મહિલા જિમ્નાસ્ટ બની હતી.