ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમનો હરિયાણા સામે પરાજય થયો

Sports
Sports

નેશનલ ગેમ્સ કબડ્ડીમાં ગુજરાતની મેન્સ ટીમને બીજી લીગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હરિયાણા સામે ૨૬-૫૫થી પરાજયનો સામનો કરવો પડયો હતો.આમ અમદાવાદના ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ચાલી રહેલી કબડ્ડીની મેન્સ ઈવેન્ટમાં ગુજરાતે ગોવાને હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી.ત્યારે બીજી મેચ હારતાં ગુજરાતની આગેકૂચની આશાને ફટકો પડયો હતો.ત્યારે આવતીકાલે ગુજરાત આખરી મેચમાં ઉત્તરપ્રદેશ સામે રમશે,જે નિર્ણાયક બની રહેશે.ગુજરાતની મેન્સ કબડ્ડી ટીમે પ્રથમ મેચમાં ગોવા સામે ૫૬-૨૭થી વિજય મેળવ્યો હતો.જ્યારે બીજી મેચમાં મળેલા પરાજય બાદ ગુજરાતે આગેકૂચ કરવા આવતીકાલે ઉત્તરપ્રદેશને હરાવવું જ પડશે.આ સિવાય હરિયાણાએ અંતિમ ચારમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ.જ્યારે આવતીકાલે ગુજરાત અને ઉત્તર પ્રદેશની મેચની વિજેતા ટીમ આગેકૂચ કરશે.જ્યારે મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો.આ સાથે ગુજરાતની આગેકૂચની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી.ગુજરાતની મહિલા ટીમનો મહારાષ્ટ્ર સામે ૨૨-૪૬થી પરાજય થયો હતો. અગાઉ ગુજરાત બિહાર સામે ૧૫-૩૮થી હાર્યું હતુ.આમ મહારાષ્ટ્રે સતત બે વિજય સાથે સેમિફાઈનલમાં સ્થાન લગભગ નક્કી કરી લીધું છે.જ્યારે બીજા સ્થાન માટે હિમાચલ અને બિહાર વચ્ચે સ્પર્ધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.