ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે ‘ગુડ ડિસિઝન’, રોહિત શર્માને T-20નો કેપ્ટન બનાવવા લોકોની માંગ

Sports
Sports 308

વિરાટ કોહલીએ T-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. તેણે 17 ઓક્ટોબરથી દુબઈમાં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. જોકે તે ટેસ્ટ અને વનડે મેચનો કેપ્ટન રહેશે. કોહલીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી.

કોહલીના આ વિરાટ નિર્ણયે ઘણા લોકોને અસમંજસમાં મૂકી દીધા છે. તેની કેપ્ટનશિપ છોડવાના સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયામાં ફેન્સની પોસ્ટનું ઘોડાપુર આવી ગયું છે. ક્રિકેટ ફેન્સે કોહલીના આ નિર્ણયને આવકાર્યો હતો. લોકો આને યોગ્ય સમયે લીધેલો નિર્ણય ગણાવી રહ્યા છે.

ટ્વિટર પર અત્યારે ‘ગુડ ડિસિઝન’ ટ્રેન્ડ કરી રહ્યો છે. સ્વાભાવિક છે કે મોટાભાગના લોકો વિરાટ કોહલીના આ નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે નવા કેપ્ટનના આવવાથી T-20 ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન વધુ સારું રહેશે. કેટલાક લોકો એવું પણ લખી રહ્યા છે કે કોહલી હવે તેની બેટિંગ પર વધુ ધ્યાન આપી શકશે.

ટ્વિટર પર કિંગ કોહલી પણ ટ્રેન્ડિંગમાં છે. કોહલીના ફેન્સ કહી રહ્યા છે કે તેણે બોલ્ડ ડિસિઝન લીધું છે. તેવામાં એક યૂઝરે લખ્યું છે કે કેપ્ટન તરીકે કોહલીનું યોગદાન કોઇપણ ભૂલી શકશે નહીં.

કોહલીના નિર્ણય પછી બીજા એક ક્રિકેટરે કહ્યું હતું કે કોહલીના દરેક નિર્ણયને આવકારીશ. મને આશા છે કે આ સમયે પણ કોહલીએ સાચો નિર્ણય લીધો છે. તમને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. વળી અન્ય એક ક્રિકેટ ફેને તેને ધન્યવાદ કહ્યું હતું.

એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે આજે કોહલીએ વિરાટ નિર્ણય લીધો છે. ત્યારપછી ઈન્ડિયન ટીમ જીતની નવી કહાણી લખશે. અમે કિંગ કોહલીના આ નિર્ણયનું સન્માન કરીએ છીએ. તો વળી ઘણા ક્રિકેટ ફેન્સ આ અંગે મીમ્સ પણ શેર કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.