જર્મની 2022ના ફિફા વિશ્વકપમાં ક્વોલિફાય થનારી સૌપ્રથમ ટીમ બની

Sports
Sports

જર્મનીએ ટીમો વેર્નરેના બે ગોલને સહારે 4-0થી નોર્થ મેસેડોનિયાને હરાવીને 2022માં કતારમાં યોજાનારા ફિફા વિશ્વકપ માટે ક્વોલિફાય કરી લીધું હતુ. આ સાથે જર્મની 2022ના ફૂટબોલ વિશ્વકપમાં ક્વોલિફાય થનારી સૌપ્રથમ ટીમ બની હતી. આમ માર્ચ મહિનામાં નોર્થ મેસેડોનિયાએ જર્મનીને આંચકો આપીને સનસનાટી મચાવી હતી. જર્મનીએ તેનો બદલો લેતા જીત હાંસલ કરી હતી. કાઈ હાર્વેટ્ઝે 50મી મિનિટે જર્મની તરફથી ખાતુ ખોલાવ્યું હતુ. જે પછી 70મી અને 73મી મિનિટે ટીમો વેર્નરે ઉપરાઉપરી બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી યૂથ ફૂટબોલ રમી ચૂકેલા જામિલ મ્યુસિએલાએ જર્મની તરફથી સિનિયર ફૂટબોલમાં પ્રવેશ મેળવતા સૌપ્રથમ ગોલ નોંધાવ્યો હતો. નેધરલેન્ડે 6-0થી જીબ્રાલ્ટની સામે જીત હાંસલ કરી હતી. જેમાં મેમ્ફિસ ડેપાયે બેગોલ ફટકાર્યા હતા. જ્યારે વિર્જીલ વાન ડિજ્ક,ડેન્ઝેલ ડમફ્રાય્સ,અર્નટ ડાન્જુમા અને ડોનીલ માલેને એક-એક ગોલ કર્યા હતા. આઇસલેન્ડે 4-0થી લિચ્ટેનસ્ટેઈનને હરાવ્યું હતુ. જ્યારે રોમાનિયાએ 1-0થી અર્મેનિયાને,ચેક રિપબ્લિકે 2-0થી બેલારૃસને,વેલ્સે 1-0થી ઈસ્ટોનિયાને અને તુર્કીએ 2-1થી લાતેવિયાને મહાત કર્યું હતુ. વિશ્વ કપ રનર્સ અપ ક્રોએશિયા અને સ્લોવેકિયા વચ્ચેની મેચ 2-2થી ડ્રો થઈ હતી. સ્લોવેકિયાએ મેચમાં બે વખત સરસાઈ મેળવી હતી અને બંને વખતે ક્રોએશિયાએ વળતો પ્રહાર કરતાં સ્કોરને બરોબરી પર લાવી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.