ચોથી ટેસ્ટઃ વિરાટ કોહલી અને બેન સ્ટોક્સ વચ્ચે ચાલુ મેચમાં તૂતૂ-મેંમેં થઈ

Sports
Sports

અમદાવાદ,
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી અને સીરિઝની અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારથી શરૂ થઈ છે. ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વચ્ચે મેદાન ઉપર તૂતૂ-મેંમેં થઈ હતી. વિવાદ વધુ વકરે નહીં તે માટે ગ્રાઉન્ડ અમ્પાયર્સે વચ્ચે પડીને બન્ને ખેલાડીઓને છૂટા પાડવાની ફરજ પડી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ર્નિણય લીધો હતો. જાે કે લંચ સમય સુધીમાં ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ અને ત્યારબાદ બીજા સેશનમાં એક વિકેટ મળી કુલ ચાર વિકેટ ગુમાવી દીધી છે. અક્ષર પટેલ અને મોહમ્મદ સીરાજે બે-બે વિકેટો ઝડપી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટને મોહમ્મદ સીરાજે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. બેન સ્ટોક્સ અને જાેની બેયરસ્ટોએ મળીને ઈંગ્લેન્ડની ટીમનો સ્કોર આગળ ધપાવ્યો છે. ચાલુ મેચમાં બેન સ્ટોક્સ અને વિરાટ કોહલી મેદાનમાં જ આમને-સામને આવી ગયા હતા.
મોહમ્મદ સીરાજે બાઉન્સર બોલ ફેંક્યો હતો જેની સામે બેન સ્ટોક્સે કંઈક ટિપ્પણી કરી હતી અને બન્ને એકબીજાને તાકીને જાેઈ રહ્યા હતા. સ્ટોક્સ અને સીરાજ વચ્ચે ગરમાગરમી જાેવા મળી હતી. વિરાટે આ વાતની નોંધ લીધી હતી અને તેણે બેન સ્ટોક્સને કંઈક પૂછ્યું હતું. આ વાત ઉપર બન્ને વચ્ચે ગ્રાઉન્ડ પર તૂતૂ-મેમે થઈ હતી. વાત વણસે તે અગાઉ ગ્રાઉન્ડ પરના અમ્પાયરોએ બેન સ્ટોક્સ અને વિરાટ કોહલી વચ્ચે પડીને તેમને અલગ કર્યા હતા. જાે કે આ વાત શું હતી તેની હજી સુધી કોઈ સત્તાવાર વિગતો સામે નથી આવી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.