પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર થતા પાકિસ્તાન પૂર્વ ખેલાડી રમીઝ રાઝાએ મજાક ઉડાવી

Sports
Sports

કરાચી,
ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની મજબૂત ટીમને ઇંગ્લેન્ડે તેની જ ધરતી પર ખરાબ રીતે હરાવી છે. ઇંગ્લેન્ડે ચેન્નાઈની ટર્નિંગ પિચ પર ભારતને ૨૨૭ રનથી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ દુનિયાભરના ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલીની ટીમ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રમીઝ રાજાએ ભારતીય ટીમ પર નિશાન સાધતા કહ્યું છે કે જાે તેઓ પીચને બદલે અખાડો બનાવશે તો તેમને આગ સાથે રમવાનું પડશે. રમીઝ રાજાએ તેની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, ‘જાે ભારત પિચને બદલે અખાડો બનાવે છે, તો ટોસ પણ હારવા માટે તૈયાર રહેવું પડશે. તે આગ સાથે રમવા જેવું છે.
રમીઝ રાજાએ ચેન્નાઈની પીચ પર મજાક ઉડાવતા કહ્યું કે, ‘તે ચેન્નાઈની પાંચમાં દિવસની પિચ હતી, એવું લાગી રહ્યું હતું કે જાણે ત્યાં કોઈ રેસલર્સનો અખાડો ચાલી રહ્યો છે. ચેન્નઈની પિચ જાેઈને એવું લાગ્યું કે તે બરાબર અખાડા જેવી છે. ભારતે એક મોટું જાેખમ ઉઠાવ્યું છે.
રમીઝ રાજાના જણાવ્યા અનુસાર ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને હળવાશમાં લીધી. રમીઝ રાજાએ કહ્યું કે, ‘ભારતે વિચાર્યું હશે કે જાે આપણે ટોસ જીતી ગયા તો મેચને પોતાના હાથમાં છે. પરંતુ ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને શું શાનદાર બેટિંગ કરી છે. ઇંગ્લેન્ડ પહેલેથી જ સારી રીતે તૈયાર હતું. ભારત પ્રવાસ પહેલા તેણે શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ઇંગ્લેન્ડનો કેપ્ટન જાે રૂટ પણ ફોર્મમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.