વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ, પાક પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ રવિન્દ્ર જાડેજાને લઇ કરી ભવિષ્યવાણીઃ ગણાવ્યો ‘૩ડી’ ખેલાડી

Sports
Sports

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૭
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઇ ભવિષ્યવાણી કરી છે. કનેરિયાએ જાડેજાને ૩ડી ખેલાડી ગણાવ્યો છે. તેમણે કહ્યું, ખિતાબી મુકાબલામાં તેને કોઇપણ કારણોસર ટીમમાંથી બહાર કરવો જાેઇએ નહીં.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ઉ્‌ઝ્રની ફાઇનલ ૧૮ થી ૨૨ જૂન સુધી સાઉથેમ્પટનમાં રમાશે. બધા અલગ-અલગ ખેલાડીઓ પર દાવ લગાવી રહ્યા છે. આ કડીમાં કનેરિયાએ પણ જાડેજાનું મહત્વ સમજાવ્યું અને તેના વખાણ કર્યા.
દાનિશ કનેરિયાએ કહ્યું, ઝડપી રન બનાવનાર, અગત્યના સમયે વિકેટ ઝડપવાની જાડેજાની કાબેલિયત છે. આ વસ્તુ જ તેને ટીમ ઇન્ડિયા માટે અગત્યની બનાવે છે.
તેમણે કહ્યું, મને લાગે છે કે બોલર્સ એક અગ્તયની ભૂમિકા નિભાવે છે પછી તે કોઇપણ ફોર્મેટ રમી રહ્યા હોય. જાે તે વિકેટ લઇ રહ્યા છે તો મેચ જીતશો. જાે જાડેજાની વાત કરીએ તો તે ‘૩ડ્ઢ’ ખેલાડી છે. આવા ખેલાડીને તમે બહાર રાખી શકો નહીં.
કનેરિયાએ કહ્યું, જાડેજા અગત્યના અવસર પર વિકેટ લેશે. તે રન બનાવશે, ભાગીદારીને લાંબી ખેંચશે અને ફિલ્ડિંગ દરમ્યાન કેટલાંક રન આઉટ પણ કરશે. આથી જાડેજા ફાઇનલમાં ભારત માટે સૌથી મૂલ્યવાન ખેલાડી બનવા જઇ રહ્યો છે.
જાડેજા રવિવારે પહેલી વખત સાઉથેમ્પટનમાં મેચની પ્રેક્ટિસ કરતો દેખાયો. તેમણે કેટલીક તસવીરો સો.મીડિયા પર શેર કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.