ભારતે ટી-૨૦માં શાનદાર જીત હાંસલ કરતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોર્ને કરી પ્રશંસા

Sports
Sports

ન્યુ દિલ્હી,
ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને છેલ્લી નિર્ણાયક ટી-૨૦માં ભારતે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ત્યારે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન ટીમ ઈન્ડિયાના પ્રશંસક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. વૉને ટેસ્ટ બાદ ટી-૨૦ સિરીઝ પર કબજાે કરનાર ભારતીય ટીમના જાેરદાર વખાણ કર્યા હતા. કોહલીના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ શનિવારે રમાયેલી ટી-૨૦માં કરો યા મરોની મેચમાં ઈંગ્લેન્ડને ૩૬ રનથી હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની સિરીઝ પર ૩-૨થી કબજાે કરી લીધો છે. અગાઉ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ સિરીઝ પણ ૩-૧થી પોતાના નામે કરી હતી.
ટી-૨૦ સિરીઝના છેલ્લા મુકાબલા બાદ વૉને ટિ્‌વટ કર્યું છે. તેમણે કહ્યું, ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ખુબ જ શાનદાર ટીમ જીતી છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને આ ટીમમાં સામેલ કરી નાંખો તો ભારતીય પરિસ્થિતિમાં આ ટીમ ટી-૨૦ વર્લ્ડકપ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. વૉને કહ્યું, ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે સિરીઝ શાનદાર રહી છે. આગામી વન-ડે સિરીઝ પણ શાનદાર રહેશે.
આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ આ વર્ષે નવેમ્બરમાં રમાનાર છે. ટૂર્નામેન્ટ ભારતમાં રમાવાની છે. વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ ટીમને આશ્ચર્યમાં મૂકી શકે છે. ઈંગ્લેન્ડ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-૨૦ સિરીઝને ટીમ ઈન્ડિયાએ ૨-૧થી પોતાના નામે કરી હતી. એક પછી એક સિરીઝમાં શાનદાર જીત પછી ટીમ ઈન્ડિયાનો જુસ્સો બુલંદ છે જેથી ટી-૨૦ વર્લ્ડકપ જીતવા માટે ભારત પ્રબળ દાવેદાર મનાઈ રહી છે.
વોર્ને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઓપનિંગ જાેડીને લઈને ટિ્‌વટ કર્યું હતું. તેમણે ટિ્‌વટમાં કહ્યું, વિરાટ કોહલી અને રોહિત શર્માથી સારી ઓપનિંગ જાેડી હાલના સમયમાં કોઈ દેખાઈ રહી નથી. આ જાેડી એવી જ છે, જેવી સચિન તેંદુલકર અને વિરેન્દ્ર સહેવાગની હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.