
ઈંગ્લેન્ડના ખેલાડી મોઇન અલીએ નિવૃત્તિ પાછી ખેંચી
એશિઝ સિરીઝ 2023 માટે ઈંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં ટીમના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લીધો છે.ત્યારે તેણે તેની ટેસ્ટ નિવૃત્તિ પાછી લઈ લીધી છે.જેમાં નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ આ ખેલાડીને ઓસ્ટ્રેલિયા સામેની એશિઝ સિરીઝ 2023ની પ્રથમ બે મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.મોઇન અલીએ વર્ષ 2021ના અંતમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ.એશિઝ સિરીઝ આગામી 16મી જૂનથી શરૂ થશે.જેમા પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાશે.જે મોઈન અલીનું હોમગ્રાઉન્ડ છે.મોઇન અલીએ પોતાના કરિયરમાં 64 ટેસ્ટ મેચ રમી છે જેમા તેણે 28.29ની એવરેજથી 2914 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેણે 5 સદી અને 14 ફિફ્ટી કરી છે જેમાં તેનો હાઈસ્કોર 155 અણનમ રહ્યો છે.આ સમયગાળા દરમિયાન બોલિંગમાં તેણે 36.66ની સરેરાશથી 195 વિકેટો લીધી છે.