ઈંગ્લેન્ડના પ્લેયર ક્રિસ વોકસે આપ્યું ચોંકાવનારું નિવેદન

Sports
Sports

ન્યુ દિલ્હી,
આ દિવસોમાં આઈપીએલનો રંગ માત્ર ફેન્સ પર જ નહીં પરંતુ દુનિયાભરના ખેલાડીઓ પર જાેવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટનું કદ એટલુ મોટુ થઈ ગયું છે કે હવે ઘણા ખેલાડીઓ તેને તેના દેશ કરતા વધારે પ્રાથમિકતા આપવા તૈયાર છે. આ જ સૂચિમાં નવું નામ ઈંગ્લેન્ડના ધુરંધર ક્રિસ વોક્સનું સામે આવ્યું છે જેનું તાજેતર નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં આવી રહ્યું છે.
ક્રિસ વોકસ જેમણે સપ્ટેમ્બર ૨૦૨૦થી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી અને નવેમ્બર ૨૦૧૫થી એક પણ ટી૨૦ મેચ રમ્યો નથી, તેમણે કહ્યું કે, તે વર્ષના અંતમાં ટી-૨૦ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમમાં સ્થાન મેળવવાની આશા રાખે છે. વોક્સે જણાવ્યું, જાે હું દિલ્હીની પ્લેઇંગ ઇલેવનમાં ન હોઉં તો હું રિકી (દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ) અને અન્ય લોકો સાથે વાત કરીશ. નિશ્ચિતરૂપે હું લોડ્‌ર્સમાં રમવા માંગુ છું, ત્યાં મારો રેકોર્ડ (૨૨ રન પર ૭ વિકેટ) છે. સાથે જ મારું પ્રદર્શન બેટથી પણ સારું રહ્યું છે.
ઇંગ્લેન્ડના આ ૩૨ વર્ષીય ખેલાડીએ કહ્યું, આઈપીએલની ફાઈનલમાં રમવાની તક તે ચૂકી જવા માંગતો નથી. આઈપીએલની ફાઇનલ ૩૦ મેના રોજ યોજાનાર છે, જ્યારે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૨ જૂને લોડ્‌ર્સમાં શરૂ થશે. આ અંગે વોક્સે કહ્યું, ઇંગ્લેન્ડ ઇચ્છે છે કે અમે આઈપીએલમાં અમારી ક્ષિતિજને વિસ્તૃત કરીએ અને અમારી કારકિર્દીના આ તબક્કે આવી વધુ તકો નહીં આવે. તેનો મતલબ એ છે કે, હું એક ટેસ્ટમાં નહીં રમું તો મને લાગે છે કે તે મારા માટે મોટી બાબત નહી હોય. ખેલાડીઓ વિચિત્ર પરિસ્થિતિમાં છે. જાેકે આ ઉનાળો મોટો છે અને તેમા ઘણી સિરીઝ રમાવાની છે. ભારત સાથેની શ્રેણી પણ તેમા સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.