ઈંગ્લેન્ડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એલીન એશનું નિધન થયું

Sports
Sports

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે જણાવ્યુ હતું કે સૌથી વૃદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર એલીન એશનું નિધન થયું છે. જેઓ 110 વર્ષના હતા. એશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તેઓ જમણા હાથના ફાસ્ટ બોલર હતા. તેમણે ઈંગ્લેન્ડ માટે 23ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. એશે ઇસ.1937માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. ક્રિકેટ કારકિર્દી ઉપરાંત એશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમ.16 સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ માટે પણ કામ કર્યું હતું. એશ મહિલા સિવિલ સર્વિસ ટીમ,મહિલા મિડલસેક્સ ટીમ અને દક્ષિણ મહિલાઓ માટે ઘરેલુ ક્રિકેટ રમી છે. આ સિવાય એશ ઇસ.1949માં ઓસ્ટ્રેલિયાના એશિઝ પ્રવાસનો પણ ભાગ હતા. જેઓએ ઇસ.1937માં નોર્થમ્પટનમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. તે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાત વખત ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતા. આમ તેઓએ ઇસ.1949માં ક્રિકેટ રમવાનું બંધ કરી દીધું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.