ઈંગ્લેન્ડની ટીમમાં ભરૂચના હાશિબ હમીદને સ્થાન આપવામાં આવ્યું

Sports
Sports

ભારત વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆતની બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની 17 ખેલાડીઓની ટીમમાં મુળ ભરૂચના અને વર્ષોથી ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા 24 વર્ષીય હાશીબ હમીદની વાપસી થઈ છે.હાસીબ ભારત વિરુદ્ધ વર્ષ 2016માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમ્યો હતો.આમ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની પ્રથમ ટેસ્ટ આગામી 4 ઓગસ્ટથી નોટિંઘમમાં શરૂ થશે,જ્યારે બીજી મેચ 12 થી 16 ઓગસ્ટમાં લોર્ડસમાં રમાશે.હસીબ સ્પિન વિરુદ્ધ સારી બેટિંગ કરે છે.રાજકોટ ટેસ્ટમાં તેણે અશ્ચિન,જાડેજા અને અમિત મિશ્રાની ત્રિપુટી સામે બન્ને ઈનિંગમાં મળી 259 બોલનો સામનો કર્યો હતો.હસીબે ત્રણ ટેસ્ટ મેચ રમી છે.વર્તમાન સમયમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.