
ઈંગ્લેન્ડ કેપ્ટન મોર્ગન ભારત વિરુદ્ધ વન-ડે સીરીઝથી થયો બહાર, બટલર સંભાળશે કમાન
પુણે,
ભારત પ્રવાસ માટે ઈંગ્લેન્ડની ટીમ પર એક બાદ એક એમ મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલ ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝમાં હાર થઇ અને પછી ટી-૨૦ સીરીઝમાં પણ ભારતે શાનદાર જીત મેળવી હતી. હવે ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન પહેલી વન-ડેમાં ફિલ્ડીંગ કરતો હતો તે સમયે તેના હાથમાં ગંભીર ઈજા થઇ હતી જેના કારણે તે હવે વન-ડે સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. મોર્ગનની જગ્યાએ હવે બટલરને ઈંગ્લેન્ડની કમાન સંભાળશે. જ્યારે ડેવિડ મલાનને વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
મોર્ગન ઈજાગ્રસ્ત થતા લિયામ લિવિંગસ્ટેનનું બીજી વન-ડેમાં રમવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. લિવિંગસ્ટોન હાલમાં જ બિગ બૈશ લીગમાં ધમાકેદાર બેટીંગ કરી હતી. અને સાથે જ તે એક સારો લેગ સ્પિનર પણ છે. આ સાથે જ બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો બેસ્ટમેન સૈમ બિલિંગ્સ પણ વન-ડે સીરીઝમાંથી બહાર થઇ ગયો છે.
મોર્ગન પ્રથમ વન-ડેમાં ઈજાગ્રસ્ત થયા છતા પણ તે બેટીંગ કરવા ઉતર્યો હતો તેને અંગૂઠા અને તેની પાસેની આંગળી પર ઈજા થઇ હતી અને તેને ચાર ટાંકા પણ આવ્યા હતા ગુરુવારે મોર્ગને પ્રેકટીસ પણ કરી હતી અને તેણે પોતાની જાતને અનફીટ જણાતા તેણે આગામી બંન્ને વન-ડે માંથી પોતાને બહાર કરી દીધો છે. તેની જગ્યાએ દુનિયાના નંબર વન ટી-૨૦ બેસ્ટમેન ડેવિડ મલાનને ટીમમાં સ્થાન મળ્યું છે.
મોર્ગન ફોર્મમાં નથી ટી-૨૦ની ત્રણેય મેચમાં તેણે માત્ર ૩૩ રન જ બનાવ્યા છે. અને ત્યાર બાદ મોર્ગન વનડે સીરીઝમાં પણ ૨૨ રન બનાવીને આઉટ થયો હતો. મોર્ગનનું ખરાબ ફોર્મ ઈંગ્લેન્ડની ટીમ માટે ચિંતાનો વિષય બન્યો છે.