એશિઝ માટેની ઈંગ્લેન્ડની ટીમ જાહેર કરવામાં આવી,કેપ્ટન રુટ સહિતના ખેલાડીઓ સામેલ થયા

Sports
Sports

ઈંગ્લેન્ડે કેપ્ટન રૃટની આગેવાની હેઠળની એશિઝ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કારણે ક્વોરન્ટાઈનના કડક નિયમો અમલમાં છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમના ટોચના સ્ટાર્સ ખસી જાય તેવો ભય સેવાતો હતો. જોકે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન બોર્ડને કરેલી વિનંતીના પગલે ઓસ્ટ્રેલિયાએ તેના નિયમોમાં છૂટછાટ આપવાની તૈયારી બતાવી હોવાનું મનાય છે. જેના કારણે ઈંગ્લેન્ડના તમામ સ્ટાર્સ એશિઝ પ્રવાસ માટે તૈયાર થઈ ગયા છે. આમ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં 8મી તારીખથી પાંચ ટેસ્ટની એશિઝ શ્રેણીનો પ્રારંભ થશે. ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેનારા સ્ટોક્સની સાથે ઈજાગ્રસ્ત આર્ચર,સ્ટોન અને સેમ કરનને ટીમમાં સ્થાન મળ્યું નથી. જ્યારે એન્ડરસન,બેરસ્ટો,બટલર,બ્રોડ સહિતના ટોચના સ્ટાર્સે ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઈંગ્લેન્ડે એશિઝ માટેની ટીમમાં તમામ અનુભવી ખેલાડીઓને સામેલ કર્યા છે. લિએમ લિવિંગસ્ટન,મેટ્ટ પાર્કિન્સન અને સાકિબ મોહમ્મદને ટીમમાં તક મળી શકી નથી. જ્યારે ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને ટીમમાં સ્થાન મેળવ્યું છે. જે ઓસ્ટ્રેલિયાને પરેશાન કરી શકે છે. હેડકોચ અને ચીફ સિલેક્ટર ક્રિસ સિલ્વરવૂડે કહ્યું કે તમામ ટોચના ખેલાડીઓ પ્રવાસ માટે કમિટેડ હોવાથી હું ખુબ ખુશ છું. ઈંગ્લેન્ડની ટીમ- રુટ (કેપ્ટન),એન્ડરસન,બેરસ્ટો,બૅસ્સ,બ્રોડ,બર્ન્સ,બટલર,ક્રાવલી,હામીદ, લોરેન્સ,લેચ,મલાન,ઓવર્ટન,પૉપ,રોબિન્સન,વોક્સ અને વૂડનો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.