અલગ-અલગ સમયગાળામાં રમેલા ખેલાડીઓની સરખામણી કરવી મુશ્કેલઃ ગંભીર

Sports
Sports

મુંબઇ,
પૂર્વ ભારતીય બેટ્‌સમેન ગૌતમ ગંભીરએ હરભજન સિંહને બેસ્ટ સ્પિનર રેટિંગમાં રવિચંદ્રન અશ્વિનથી થોડો આગળ રાખ્યો છે. અશ્વિને તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે ૪૦૦ વિકેટ પૂરી કરી હતી. જાે કે ગંભીરનું માનવુ છે કે અલગ અલગ સમયગાળામાં રમેલા ખેલાડીઓની સરખામણી કરવી મુશ્કેલ છે. પરંતુ હરભજનના સમય દરમિયાન ડીઆરએસની ગેરહાજરી અને પીચની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તેમણે અશ્વિનની સરખામણીએ ભજ્જીને વધુ મહત્વ આપ્યું છે.
હરભજન સિંહે ૧૦૩ ટેસ્ટ મેચમાં ૪૧૭ વિકેટ અને ૨૩૬ વન ડેમાં ૨૬૯ વિકેટ પ્રાપ્ત કરી છે. ભજ્જી તે સમયે ભારતીય ટીમનો ભાગ હતો જે સમયે ભારતીય ટીમે ૨૦૧૧નો વર્લ્ડ કપ જીત્યો હતો. તે ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓના લીસ્ટમાં ત્રીજા ક્રમે છે. અશ્વિન તેનાથી ૧૬ વિકેટ પાછળ ચાલી રહ્યો છે, પરંતુ આશા છે કે તે જલદીથી જ ભજ્જીનો રેકોર્ડ તોડી દેશે.
ગંભીરે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, સમયના હિસાબે જાેઈએ તો કોઈની સરખામણી કરવી મુશ્કેલ છે પરંતુ અત્યારે બધી સુવિધા મળી રહી છે તેને જાેતા હુ હરભજનને બેસ્ટ માનુ છું. અશ્વિન હાલમાં દુનિયાનો સૌથી બેસ્ટ ઓફ સ્પિનર છે, પરંતુ જાે હુ તેની હરભજન સાથે તુલના કરૂ છુ તો તે સમયે ન તોઆવી વિકેટ હતી ન તો ડીઆરએસની સિસ્ટમ હતી.
ગંભીરે કહ્યું કે, અશ્વિન પાસે બોલિંગનો વિક્લ્પ ‘દૂસરા’ નથી, જેમા હરભજનને મહારથ હાંસલ હતી. છતા પણ તે અશ્વિનને સારો ખેલાડી માને છે અને હરભજનને બેસ્ટ ગણે છે. હરભજન પાસે ‘દૂસરા’ બોલ કરવાનો ફાયદો હતો. અશ્વિન પાસે તે વિકલ્પ હતો, કેમ કે ‘દૂસરા’ આંગળીઓના સ્પિનર માટે નથી. તેમ છતા અશ્વિન પાસે વેરિએશન છે. જાે હુ ઓવરઓલ દ્રષ્ટીકોણથી જાેવુ તો અશ્વિન શંભવતઃ હરભજનની સરખામણીએ બોલિંગની દ્રષ્ટીએ સારો પર્ફોરમર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.