વાઈડ બોલને લઇ ધોનીએ એમ્પાયર પર કર્યું દબાણ, ફેન્સ ટિ્‌વટર પર વ્યક્ત કરી નારાજગી

Sports
Sports

દુબઈ,
ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૨૦ રને હરાવ્યું. આ મેચની અંતિમ ક્ષણોમાં એમ્પાયર પોલ રાઇફલના ર્નિણયને લઈને વિવાદ થયો હતો. અમ્પાયરે બોલ લાઇનની બહાર હોવાના સ્પષ્ટ હોવા છતાં બોલને વાઇડ આપ્યો ન હતો. દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સની ઇનિંગ્સની તે ૧૯ મી ઓવર હતી. મેચ સંતુલનમાં હતી. હૈદરાબાદની ટીમે ૧૮ મી ઓવરમાં ૧૯ રન બનાવ્યા હતા.
હવે તેને જીતવા માટે બે ઓવરમાં ૨૭ રનની જરૂર હતી. ૧૯ મી ઓવરના પહેલા જ બોલ પર રાશિદ ખાને બે રન બનાવ્યા અને શાર્દુલ ઠાકુરની આગામી બોલ વાઇડ થઇ ગયો. પછીનો બોલ પણ વાઇડ હતી. એમ્પાયર પોલ રાઇફલે પણ ઇશારો કરવાનો શરૂ કર્યો હતો પરંતુ અંતે વાઇડ ન આપ્યો. અમ્યાયરે જ્યારે વાઇડ કરવા માટે ઇશારો કરવાનો શરૂ કર્યો તો ધોનીએ વિકેટની પાછળથી વિરોધ કરવાનો શરૂ કર્યો તે બાદ રાઇફલે તેમનો ર્નિણય બદલ્યો. ડગ આઉટથી સનરાઇઝર્સના કેપ્ટન ડેવિડ વોર્નર ખૂબ હેરાન નજરે પડ્યા.
તેમનું માનવું હતું કે આ વાઇડ છે અને અમ્પાયરે તેમનો ર્નિણય બદલવો જાેઇતો ન હતો. જાે કે ચેન્નઈએ ૨૦ રન હાંસલ કરીને મેચ સરળતાથી જીતી લીધી હતી. ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા ૧૬૭ રન બનાવ્યા, જેમાં હૈદરાબાદની ટીમ ૧૪૭ રન બનાવી શકી હતી. કેન વિલિયમ્સને અડધી સદી ફટકારી હતી. ધોની અને ચેન્નાઈની ટીમ કદાચ ખુશ થઈ ગઈ હતી કે બોલને વાઇડ નહોતો અપાયો પરંતુ લોકો ટિ્‌વટર પર ખૂબ નારાજ હતા. ફેન્સે કહ્ય્šં કે ધોનીએ એમ્પાયર પર દબાણ બનાવ્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.