ધવને ચહલની પત્ની સાથે ‘ગબ્બર સ્ટાઇલ’ ભાંગડા કરતો વીડિયો સો.મીડિયા પર કર્યો શેર

Sports
Sports

મુંબઈ,
ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સાથે ભાંગડા કરતો જાેવા મળી રહ્યો છે. ચહલની પત્ની ધનશ્રીએ ધવન સાથે ભાંગડા કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વીડિયોમાં શિખર ધવન અને ચહલની પત્ની ધનશ્રી બન્ને જબરજસ્ત ભાંગડા કરી રહ્યા છે અને ફેન્સને તેમનો આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. થોડીવારમાં જ આ વીડિયોને ૧ લાખથી વધુ લાઈક મળી ચુકી છે.
આ વીડિયોને શેર કરતા ધનશ્રી વર્માએ લખ્યું કે, ગબ્બર સ્ટાઈલમાં ભાંગડા. એક સાથે મળીને ઈન્સ્ટાગ્રામ રીલમાં પણ આગ લગાવી દીધી. જેમ કે મે પહેલા કહ્યું એનર્જી બોલે છે. તમને જણાવી દઈએ કે, ચહલની પત્ની વ્યવસાયે ડેંટિસ્ટ, કોરિયોગ્રાફર અને યૂટ્યૂબર છે.
ધનશ્રી વર્માની એક ડાન્સ રિલેટેડ યૂટ્યૂબ ચેનલ છે. આ ચેનલ પર ૧૫ લાખથી વધુ સબ્સક્રાઈબર છે. ધનશ્રી બોલિવૂડના ગીતોને રિક્રિએટ કરે છે. આ ઉપરાંત તે હિપ-હોપની ટ્રેનિંગ પણ આપે છે. આ યૂટ્યૂબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વિડિયો પણ અપલોડ કરે છે. ધનશ્રીએ ડીવાઈ પાટિલ ડેંટલ કોલેજ નવી મુંબઈથી અભ્યાસ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.