આ ભારતીય બેટ્સમેન IPLમાં પિતાને ગુમાવ્યા છતાં પણ રમી રહ્યો છે કેપ્ટન KL રાહુલ પણ થયો ભાવુક.

Sports
Sports

મનદીપ સિંહે પોતાના પિતાના નિધનના બે દિવસ બાદ જ ક્રિઝ પર ઉતરીને અણનમ 66 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. કિંગ્સ ઈલેવન પંજાબ કેએલ રાહુલ એ કહ્યું કે આ ઓપનિંગ બેટ્સમેને જે માનસિક દ્રઢતા દેખાડી છે તેનાથી સમગ્ર ટીમ પ્રભાવિત થઈ છે. ઈજાગ્રસ્ત મયંક અગ્રવાલની જગ્યાએ રમી રહેલ મનદીપના પિતાનું ગત અઠવાડિયે નિધન થયું હતું. અને તેણે વીડિયો કોલ મારફતે અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો. રાહુલે મેચ બાદ કહ્યું કે, આવા સમયમાં પરિવારથી દૂર રહેવું ખુબ જ મુશ્કેલ હોય છે. બાયો બબલમાં કોઈ તમારો નજીદીકી હોતો નથી. મનદીપે જે દ્રઢતા દેખાડી છે

તેનાથી ટીમના અન્ય ખેલાડીઓ પણ પ્રભાવિત છે. રાહુલે કહ્યું કે, તેણે જે રીતની ઈનિંગ રમી છે તેનાથી દરેક ભાવુક થઈ ગયા. તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તે જે રીતે ક્રીઝ પર ટકી રહ્યો અને મેચ પૂરી કરીને પરત ફર્યો તેને પોતાના પર ગર્વ હશે, તેણે તેના પિતાને ગૌરવિંત કર્યા છે. બીજી બાજુ મનદીપ સિંહે આ ઈનિંગ પોતાના પિતાને સમર્પિત કરતાં કહ્યું કે, તેના પિતા હંમેશા ઈચ્છતા હતા કે તે નોટ આઉટ રહે. આ ઈનિંગ એમના માટે છે. હું સદી કે ડબલ સેન્ચુરી ફટકારું તો પણ તેઓ પુછતા હતા કે તું આઉટ કેમ થયો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.