
દિલ્હીએ 5 મેચમાંથી ચારમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું
IPL 2021 સીઝનની 20મી મેચ દિલ્હી કેપિટલ્સ (ડીસી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચે ટાઈ રહી હતી. સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની ટીમે દિલ્હીને 8 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ઓવર સ્પિનર અક્ષર પટેલે કરી હતી. આની પહેલા 160 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદની ટીમ છેલ્લી ઓવરમાં 16 રન બનાવી શકી ન હતી. આ સિઝનની પહેલી ટાઈ મેચ છે. SRH તરફથી સુુપર ઓવરમાં રાશિદ ખાન બોલિંગ કરી હતી. DC તરફથી બેટિંગ કરવા માટે રિષભ પંત અને ધવન બેટિંગ કરવા ઉતર્યા હતા. સુપર ઓવરમાં દિલ્હીએ પ્રશંસનીય જીત પ્રાપ્ત કરી હતી.
આ IPL 2021 સિઝનની પ્રથમ સુપર ઓવર હતી. જેમાં SRHના કેપ્ટન ડેવિડ વોર્નર અને કેન વિલિયમ્સન પહેલા બેટિંગ કરવા આવ્યા હતા. બંન્નેએ ઓવરના છેલ્લા બોલ પર 2 રન બનાવ્યા હતા, પરંતુ વોર્નર પોતાનો પહેલો રન પૂરો કરી શક્યો નહતો અને બીજો રન પણ ભાગ્યો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરે આને શોર્ટ રન તરીકે ગણાવીને ટીમના ખાતામાં માત્ર 1 રન જ જોડ્યો હતો. આના પરિણામે ટીમ ડૂબી ગઈ, કેમ કે દિલ્હીની ટીમે પણ છેલ્લા બોલ પર 1 રન બનાવીને મેચ જીતી લીધી હતી. જો વોર્નરે શોર્ટ રન ન લીધો હોત અને દિલ્હીને 2 રન કરવાના હોત તો મેચનું પરિણામ કઈક અલગ આવી શકે એમ હતું. તેવામાં સુપર ઓવર પણ ટાઈ થઈ હોત અને ફરીથી મેચમાં વાપસી કરવાની તક પ્રાપ્ત થઈ હોત.
દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. DCએ 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે. SRHને જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જેના જવાબમાં હૈદરાબાદના કેન વિલિયમ્સન અને જગદીશ સુચિત બેટિંગ કરી રહ્યા છે. SRHની ટીમે 7 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા છે.
હૈદરાબાદની ટીમે 28ના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. ટીમને બીજો ફટકો 56ના સ્કોર પર પડ્યો હતો. જોની બેરસ્ટો 18 બોલમાં 38 રન બનાવીને આવેશ ખાનનો શિકાર થયો હતો. આવેશ ખાને 84ના સ્કોર પર હૈદરાબાદની ત્રીજી વિકેટ લીધી હતી. એણે વિરાટ સિંહને કેચ આઉટ કર્યો હતો. વિરાટે 14 બોલમાં 4 રન બનાવ્યા હતા. અમિત મિશ્રાએ કેદાર જાધવને આઉટ કર્યો હતો, જાધવે 9 બોલમાં 9 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બેક ટુ બેક વિકેટો ઝડપી હતી, અભિષેક શર્મા અને રાશિદ ખાનને એક જ ઓવરમાં આઉટ કર્યો હતો. આવેશ ખાને વિજય શંકરને 8 રનમાં પેવેલિયન ભેગો કર્યો હતો.