દિલ્હીએ પંજાબને 6 વિકેટે માત આપી, દિલ્હી બીજી જીત સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે, ધવન 8 રન માટે સદી ચૂક્યો

Sports
Sports

દિલ્હી કેપિટલ્સની ટીમે IPL 2021ની 11મી મેચમાં પંજાબ કિંગ્સ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 196 રનનો પીછો કરતાં 18.2 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. આ મેચ જીતીને દિલ્હીની ટીમ 3 મેચમાં 4 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબરે આવી ગઈ છે. 3 મેચમાં 6 પોઈન્ટ્સ સાથે બેંગલોરની ટીમ ટોપ પર છે.દિલ્હી માટે રનચેઝમાં શિખર ધવને સર્વાધિક 92 રન બનાવ્યા હતા. તેણે 49 બોલની ઇનિંગ્સ દરમિયાન 13 ફોર અને 2 સિક્સ મારી હતી. તે સિવાય પૃથ્વી શોએ પણ ટીમને આક્રમક શરૂઆત અપાવતા 17 બોલમાં 32 રન બનાવ્યા હતા.

શિખર ધવને પોતાના IPL કરિયરની 43મી ફિફટી ફટકારતાં 49 બોલમાં 13 ફોર અને 2 સિક્સની મદદથી 92 રન બનાવ્યા હતા. તે રિચાર્ડસનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. અગાઉ પૃથ્વી શો અર્શદીપ સિંહની બોલિંગમાં સ્કવેર લેગ પર ક્રિસ ગેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 17 બોલમાં 2 ફોર અને 3 સિક્સની મદદથી 32 રન કર્યા હતા. તે પછી સ્ટીવ સ્મિથ 9 રને મેરેડીથની બોલિંગમાં રિચાર્ડસન દ્વારા કેચ આઉટ થયો હતો.

પંજાબ કિંગ્સે IPL 2021ની 11મી મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 195 રન કર્યા છે. પંજાબ માટે મયંક અગ્રવાલે 69 અને લોકેશ રાહુલે 61 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 25 રનનો આંક વટાવી શક્યો નહોતો. દિલ્હી માટે ક્રિસ વોક્સ, લૂકમેન મેરીવાલા, કગીસો રબાડા અને આવેશ ખાને 1-1 વિકેટ લીધી. ​​​​​​

ક્રિસ ગેલ 9 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. ક્રિસ વોક્સની બોલિંગમાં સબ્સ્ટિટયૂટ રીપલ પટેલે તેનો કેચ કર્યો હતો. જ્યારે નિકોલસ પૂરન 8 બોલમાં 9 રન જ બનાવી શક્યો હતો. તે આવેશ ખાનની બોલિંગમાં રબાડા દ્વારા કેચ આઉટ થયો હતો. વિન્ડીઝના બંને હીટર્સ કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા.

પંજાબ કિંગ્સની પ્લેઈંગ-11: લોકેશ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દિપક હુડા, શાહરુખ ખાન, ઝે. રિચાર્ડસન, જલજ સક્સેના, મોહમ્મદ શમી, રિલે મેરેડીથ અને અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ-11: પૃથ્વી શો, શિખર ધવન, સ્ટીવ સ્મિથ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ક્રિસ વોક્સ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, લલિત યાદવ, લૂકમેન મેરીવાલા અને આવેશ ખાન


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.