ડી વિલિયર્સની પત્નીએ અનુષ્કા સાથેની તસવીર શેર કરી, વખાણ કરતા કહ્યું- તે ખૂબ જ મીઠડી અને માયાળુ વ્યક્તિ છે

Sports
Sports

ન્યુ દિલ્હી,
ક્રિકેટર વિરાટ કોહલી અને તેની ટીમ હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૧ માટે ઇંગ્લેન્ડ પહોંચી છે. ક્રિકેટરોની સાથે તેમની પત્ની અને બાળકો પણ હાજર છે. આવી સ્થિતિમાં એકબીજા સાથે ભળી જવા ઉપરાંત ક્રિકેટરોનો પરિવાર સારો સમય પસાર કરી રહ્યા છે. અનુષ્કા શર્મા અને દક્ષિણ આફ્રિકન ક્રિકેટર એબી ડી વિલિયર્સની પત્ની ડેનિયલ ડીવિલિયર્સ વચ્ચે સારી મિત્રતા છે. સો.મીડિયા પર તેમની તસવીરો ખુબ જ વાયરલ થઈ રહી છે.
ડેનિયલે અનુષ્કા સાથે આ ફોટો આસ્ક મી એનીથિંગ સેશનમાં શેર કર્યો છે. ડેનિયલે અનુષ્કાના વખાણ કરતા કહ્યું, તે ખૂબ જ મીઠડી અને માયાળુ વ્યક્તિ છે. અમે એક દેશમાં ભલે નથી રહેતા પરંતુ એક સાથે સમય પસાર કરવો ગમે છે. આ તસવીરમાં ડેનિયલ તેના પુત્ર સાથે અને અનુષ્કા તેની પુત્રી સાથે જાેવા મળે છે.
ડેનિયલે અનુષ્કા જ નહીં પરંતુ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીની પણ પ્રશંસા કરી હતી. ડેનિયલે ધનાશ્રીને લઇને કહ્યુ તે ખુશખુશાલ રહેતી બોલકી છોકરી છે તેની સાથે મસ્તી કરવાની મજા આવે છે. તાજેતરમાં અનુષ્કા શર્માએ સ્ટેડિયમમાંથી એક સોલો ફોટો શેર કર્યો છે. ફોટોની પૃષ્ઠભૂમિમાં ક્રિકેટ સ્ટેડિયમ દેખાય છે.
અનુષ્કાએ આ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, ઘરે કામ ન લાવવાનો નિયમ વિરાટને થોડા સમય માટે લાગુ નહીં પડે ઈંઊેટ્ઠટ્ઠિહંૈહીછં્‌રીજીંટ્ઠઙ્ઘૈેદ્બ. તસ્વીરમાં અનુષ્કા નો કુલ અંદાજ દર્શકોને પસંદ આવી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.