
વર્તમાનમા તેગનારાયણ ચંદરપોલે બેવડી સદી સાથે રેકોર્ડ કર્યો
વિન્ડિઝના બેટ્સમેન શિવનારાયણ ચંદરપોલના પુત્ર તેગનારાયણ ચંદરપોલે ટેસ્ટ કારકિર્દીની પાંચમી ઈનિંગમાં તેની પ્રથમ સદીને બેવડી સદીમાં ફેરવીને ઈતિહાસ રચી દીધો હતો.આ સાથે પિતા શિવનારાયણ ચંદરપોલ બાદ તેના પુત્ર તેગનારાયણે પણ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી.આમ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બેવડી સદી નોંધાવનારા પિતા-પુત્ર તરીકે તેમણે રેકોર્ડબુકમાં સ્થાન મેળવી લીધું હતુ.તેગનારાયણના અણનમ 207 તેમજ બ્રાથવેઈટના 182ની મદદથી વિન્ડિઝે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 6 વિકેટે 447 રન કર્યા હતા.આમ શિવનારાયણ ચંદરપોલે કારકિર્દીની 136મી ટેસ્ટ ઈનિંગમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી.ત્યારે તેણે માર્ચ 2005માં સાઉથ આફ્રિકા સામે 203 રન નોટઆઉટ રહી કર્યા હતા.જેમાં શિવનારાયણે બે વાર બેવડી સદી ફટકારી હતી અને બંને વાર તેનો સ્કોર 203 નોટઆઉટ રહ્યો હતો.આ સાથે તેગનારાયણ અને બ્રાથવેઈટે ૩૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો.જેમાં ઝિમ્બાબ્વેના માવુટાએ 5 વિકેટ ઝડપી હતી.ત્યારે તેના જવાબમાં વિન્ડિઝે ત્રીજા દિવસના અંતે ૩ વિકેટે 114નો સ્કોર કર્યો હતો.જેમાં કાયા 59 રને નોટઆઉટ રહ્યો હતો.