કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ થઈ

Sports
Sports

ભારતે 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ મળી કુલ 61 મેડલના સ્કોર સાથે કોમનવેલ્થ ગેમ્સનું સમાપન કર્યું હતું.જેમાં ભારતે આખરી દિવસે બેડમિંટનમાં ગોલ્ડમેડલની હેટ્રિક મેળવી હતી.જેમાં મહિલા સિંગલ્સમાં પી.વી.સિંધુએ,પુરૂષ સિંગલ્સમાં લક્ષ્ય સેને અને મેન્સ ડબલ્સમાં રાનકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ગોલ્ડમેડલ જીત્યો હતો.આ ઉપરાંત ટેબલ ટેનિસમાં મેન્સ સિંગલ્સમાં શરથ કમલે ગોલ્ડમેડલ મેળવવાની સિદ્ધી પ્રાપ્ત કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ મેલબોર્નમાં ૨૦૦૬માં બે ગોલ્ડ જીત્યો હતો.આ તેની પાંચમી કોમનવેલ્થ હતી અને તેણે કુલ ૧૩ મેડલ જીત્યા છે,જે એક રેકોર્ડ છે.આ ઉપરાંત ટેબલ ટેનિસમાં જ ભારતના સાથિયાને બ્રોન્ઝમેડલ જીત્યો હતો.આ સિવાય ભારતનો મેન્સ હોકીમાં ઓસ્ટ્રેલિયા સામે ૭-૦થી પરાજય થયો હતો અને સિલ્વર મેડલથી સંતુષ્ટ રહેવું પડયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.