બાસ્કેટ બોલ કોર્ટ પણ એકેડેમીને સોંપવામા આવશે
રાજકોટના રેસકોર્ષ સંકુલમાં આવેલા બે પૈકી એક બાસ્કેટ બોલ કોર્ટને ખાનગી સંસ્થાને કોચિંગના હેતુ માટે ભાડે આપવાની દરખાસ્ત મહાપાલિકાએ મંગાવી છે.આ અગાઉ ટેનિસ કોર્ટ સહિતના સંકુલ પણ સંસ્થાઓને ભાડે અપાયા છે.આમ રેસકોર્ષ સંકુલમાં મહાપાલિકાએ રમતગમતની અનેક સુવિધાઓ ઉભી કરી છે.ક્રિકેટ,ફુટબોલ,લોન ટેનિસ,ઇન્ડોર સ્ટેડિયમ જેવી સુવિધાઓ ખાનગી સંસ્થાઓને હવાલે કરવામાં આવી છે.ત્યારે બાસ્કેટ બોલ કોર્ટ પણ કોચીંગના હેતુથી એકેડેમીને સોંપવામાં આવશે.મહાપાલિકાએ રેસકોર્ષ સંકુલમાં રમતગમતની લગભગ તમામ સુવિધાઓ ઉભી કરી છે.હોકી ગ્રાઉન્ડ પણ નેશનલ ટુર્નામેન્ટ રમાય તેવું બનાવવામાં આવ્યું છે.