પંજાબ સામે સૌરાષ્ટ્રની જીત થઈ,આગામી 8મીથી કર્ણાટક સામે સેમીફાઈનલ રમશે

Sports
Sports

રણજી ટ્રોફીની કવાર્ટર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પંજાબને 71 રને હાર આપતાની સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો.ત્યારે આ ટીમ આગામી 8મીએ બેંગ્લોર ખાતે કર્ણાટક સામે સેમીફાઈનલમાં રમશે.જેમાં અંતિમ દિવસે પંજાબને જીત માટે 200 રન જયારે સૌરાષ્ટ્રને વિજય માટે 8 વિકેટની જરૂર હતી.જેમાં સૌરાષ્ટ્રની જીતમાં યોગદાન આપનાર પાર્થ ભૂતે સૌથી વધુ 5 વિકેટ ખેરવી હતી,જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ડોડીયાએ 2 વિકેટ ઝડપી હતી.ત્યારે આ મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર પાર્થ ભૂતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.